👉ડી. વાય. એસ. પી ડો. હાર્દિક પ્રજાપતિ તથા કડી પોલીસ સ્ટેશન પી. આઇ ઓ.પી સીસોદીયા ના અધ્યક્ષતાને કાર્યકમ યોજાયો
કડી શહેરના નાગરિકો માટે કડી પોલીસ આજે ‘દેવદૂત’ સાબિત થઈ છે. પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વર્ષોની મહેનતની કમાણી સમાન ખોવાયેલો અને ચોરાયેલો કુલ 6.95 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરી તેમના ચહેરા પર ખુશી લાવી દીધી છે. આ અદભૂત કામગીરીમાં સોનાના દાગીના અને મોબાઈલ ફોનનો તથા વાહનો સમાવેશ થાય છે.

કડી પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસ દ્વારા ગુમ થયેલા અથવા ચોરાયેલા કુલ 10 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.કડી પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનાઓ અને મળેલી અરજીઓના આધારે આ મોબાઈલ નું ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ગુમ થયેલા આ ફોન શોધી કાઢવામાં આવ્યા બાદ, પોલીસ મથકે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
કાર્યક્રમમાં મોબાઈલના મૂળ માલિકોને બોલાવી, કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને તેમના ફોન પરત સોંપવામાં આવ્યા. ગુમ થયેલા મોબાઈલ પરત મળતા નાગરિકોએ કડી પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

અરજદારોમાં ખુશીનો માહોલ
પોતાની મહેનતની કમાણીના દાગીના અને અંગત ડેટા ધરાવતા મોબાઈલ ફોન પરત મળતા અરજદારો ગદગદિત થઈ ગયા હતા. એક મહિલા અરજદારે જણાવ્યું કે, “દાગીના ખોવાયા બાદ પરત મળવાની આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે જે રીતે જહેમત ઉઠાવીને અમારો સામાન પરત અપાવ્યો છે તે કાબિલે તારીફ છે.” તથા અન્ય મોબાઈલ ચોરી માં થયેલ ભાઈ એ પણ પોતાનો મોબાઈલ ચોરી થયા ના ચાર મહિના માં મોબાઈલ પરત મળી જતા તેમણે પણ કડી પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.
પરત કરાયેલા મુદ્દામાલની વિગત.
પોલીસે જે માલ-સામાન પરત કર્યો છે કુલ કિંમત ₹6.95 લાખ રૂપિયાનો જેમાં ₹2.20 લાખનું સોના ચાંદી ના દાગીના નો સમાવેશ થાય છે. ગુમ થયેલા 10 જેટલા સ્માર્ટફોન, જેની બજાર કિંમત આશરે ₹1.75 લાખ રૂપિયા જેટલી થાય છે. અને બે વાહનો ઈકો અને પિક અપ ડાલુ જેની કિંમત આશરે 3લાખ રૂપિયા કુલ આંકડો ₹6.95 લાખ રૂપિયા નો મુદામાલ કડી પોલીસે મૂળ માલિકો ને પરત કર્યો છે.