કડી તાલુકા ના ઇરાણા ગામે તાલુકા કક્ષાનો 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામમાં દેશભકિતનો માહોલ છવાયો હતો.સ્વતંત્રતા દિવસ દેશના બલિદાનો ને યાદ કરવા અને ભવિષ્ય માટે પ્રેરણા મેળવવાનો અવસર પૂરો પાડે છે. કડી ના ઇરાણા ગામે ઉજવણી દ્વારા એકતા અને દેશભકિત નો સંદેશ આપવામાં આવ્યો હતો.
કડી ના મામલતદાર સમ્રાટભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાયું હતું. જેનાથી વાતાવરણ દેશભકિતમય બન્યું હતું.
સ્વતંત્રતા દિવસની ઉજવણી ના ભાગરૂપે શાળાના વિધાર્થીઓએ દેશભકિત ના ગીતો અને નૃત્ય સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિધાર્થીઓની પ્રસ્તુતિ ને ઉપસ્થિત લોકોએ બિરદાવી હતી. સાથે સાથે મહાનુભાવો ના હસ્તે સારી કામગીરી બદલ કર્મચારીઓ ને સન્માન પત્ર પણ આપવામાં આવ્યા હતા. તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કડી મામલતદાર સમ્રાટભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડા, તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ઠાકોર, જીલ્લા પંચાયત સીટ ના સદસ્ય અશ્વિનભાઈ પટેલ, નંદાસણ પોલીસ, ફોરેસ્ટ વિભાગ ના અધિકારી તથા કર્મચારીઓ, ભાજપ ના કાર્યકરો, શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા. સૌએ રાષ્ટ્રભકિત ના ભાવ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી માં ભાગ લીધો હતો.
