દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘તિરંગા યાત્રા’ થકી દેશભરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકા અને શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ બેઠક બોલાવી ને શહેરમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન ભવ્ય રીતે ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટી ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કડી ના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા અને પ્રભારી શ્રી ભીખાભાઈ ભાઈ ચાંચરીયા (ચૌધરી) ના અધ્યક્ષતા ને બેઠક યોજાઈ હતી.

આ અભિયાન અંતગર્ત કડી શહેર અને તાલુકા માં વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં કડી માં વિશાળ તિરંગા યાત્રા યોજાશે.જેના ભાગ રૂપે નગરપાલિકા હોલ ખાતે બેઠક યોજાઈ હતી અને તિરંગા યાત્રા ને તૈયારીઓ ને લઈને જરૂરી સૂચનો અને જવાબદારીઓ આપવામાં આવી હતી.

કડી શહેરમાં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે અને અનેક પ્રકારના દેશ ભક્તિ ના કાર્યક્રમો ઉજવવામાં આવશે અને આ તિરંગા યાત્રા માં મોટી સંખ્યામાં કડી ના નાગરિકો જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું

કડી નગરપાલિકા હોલ ખાતે યોજાયેલી આ તિરંગા યાત્રા માં ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, પ્રભારી ભીખાભાઈ ભાઈ ચાંચરીયા (ચૌધરી), નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર, કારોબારી ચેરમેન શૈલેષભાઈ પટેલ, કોર્પોરેટર,જિલ્લા મોરચા ના હોદ્દેદાર, ભાજપ પ્રમુખ, પૂર્વ બાજપ પ્રમુખ,સહિત ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.