સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશભરમાં ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરાવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર રાજ્યમાં દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો.

ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકા ની વાત કરવામાં આવે તો 15 મી ઓગસ્ટ કડી માં ઈતિહાસ માં પહેલી વાર જોવા મળી રહી છે અને કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ એ. એસ. રબારી એ નવો ચીલો ચીતર્યો છે. 15 મી ઓગસ્ટ ના દિવસે દેશભરમાં સ્વતંત્ર દિવસ ધામ ધૂમથી ઉજવાઈ રહ્યો છે. પરતું કડી પોલીસ સ્ટેશનમાં સ્વતંત્ર દિવસ અનોખી રીતે ઉજવવા માં આવ્યો હતો.

સ્વંત્રતા પર્વ એ મોટા ભાગે આવા કાર્યક્રમો માં નેતા કે નાના મોટા રાજકારણીઓ કે સામાજિક આગેવાનોના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવાય છે. પરતું કડી પોલીસ સ્ટેશન ના પી. આઈ.એ. એસ. રબારી એ આ વખતે કડી પોલીસ સ્ટેશન ખાતે ઇતિહાસ રચ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 10 વર્ષથી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મનોજભાઈ વાઘેલા ના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું.
કડી પોલીસ સ્ટેશન ના સફાઈ કામદાર જોડે ધ્વજ વંદન કરાવતા પોલીસે સંદેશો આપ્યો કે નાના માણસને મહત્વ આપવાનો સંદેશ સમાજમાં ફેલાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કડી પી. આઇ રબારી ના આ નિર્યણ ને આવકારી સમગ્ર પોલીસ સ્ટાફની હાજરી માં 15 મી ઓગસ્ટ ના દિવસે દેશ જ્યારે 80 માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કડી પોલીસ સ્ટેશન ખાતે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા મનોજભાઈ વાઘેલા ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તે સાથે જ પોલીસ સ્ટાફે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી અને આ નિર્યણ ને પોલીસ સ્ટાફ સહિત તથા નગરજનોએ વધાવ્યો હતો.
