👉તહેવારમાં ખોટી અફવાઓ અને ખોટા સોશિયલ મીડિયા મેસેજ થી દૂર રહેવા પોલીસ ની અપીલ

કડી પોલીસ સ્ટેશન ખાતે પી. આઈ એ.એસ. રબારી અધ્યક્ષતામાં ઈદે મિલાદ પર્વને અનુલક્ષી ને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પર્વ દરમિયાન શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો ઈદે મિલાદ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરવામાં આવી હતી. ખાસ કરીને અફવાઓ અને ખોટી માહિતીના કારણે ગેરસમજ ઊભી ન થાય તે માટે સૌને સાવચેત રહેવા જણાવ્યું હતું.

પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી કે સોશિયલ મીડિયા પર આવતા મેસેજ ની ખરાઈ કર્યા વગર તેને અન્ય લોકો સુધી પહોંચાડવામાં ન આવે.પી. આઈ એ. એસ. રબારી. જણાવ્યું કે કોઈ ખોટો, ભ્રામક કે ઉશ્કેરણીજનક મેસેજ જોવા મળે તો તેને ફોરવર્ડ કરવાના બદલે પોલીસ ને જાણ કરવી.તેમણે વધુમાં જણાવ્યું કે કોઈ વ્યક્તિ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં ન આવે અને શહેરની શાંતિને અસર થાય તેવી પ્રવૃત્તિથી દરેક વ્યક્તિએ દૂર રહેવું પર્વ દરમિયાન પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત અને દેખરેખ રાખવામાં આવશે અને સમાજના આગેવાનો પોલીસ સાથે સંકલન રાખે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને આગેવાનોએ પર્વ દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસને સહકાર આપવાની ખાતરી આપી હતી.ઈદે મિલાદ પર્વ દરમિયાન કડીમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા સમાજ વચ્ચે સારા સંબંધો જળવાઈ રહે તે માટે સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી.