કડી એક શૈક્ષણિક નગરી અને ઉદ્યોગિક નગરી તરીકે સમગ્ર ગુજરાત તેમજ દેશની અંદર પ્રચલિત છે પરંતુ મહેસાણા જિલ્લામાં કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારોમાં કાયદા જેવું કઈ જોવા મળતું નથી તેમ જ કડી શહેર અને પંથક દિવસેને દિવસે ક્રાઇમ નું એ.પી સેન્ટર બની રહ્યું છે થોડાક મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા બાહોશ પીઆઇ ની નિમણૂક કરવામાં આવેલી હતી જ્યાં એકાદ જ મહિનાની અંદર તેમની અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવેલી હતી જ્યાં બાહોશ અધિકારી જ્યાં સુધી કડીમાં હતા ત્યાં સુધી કડીમાં બુટલેગરો અંડરગ્રાઉન્ડ જોવા મળતા હતા જ્યાં એક બે મહિનાથી જ્યારે બુટલેગરોનો કાયદાનો કે પછી પોલીસનો કંઈ ડર જ ના હોય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે ખુલ્લેઆમ વિદેશી દારૂની ડીલેવરીઓ થઈ રહી છે સાથે સાથે જુગારના અડ્ડાઓ ફરીથી ધમધમી રહ્યા છે ઠેક ઠેકાણે વરલી મટકાના અડ્ડાઓ જોવા મળતા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.

કડી શહેર તેમજ પંથક ની અંદર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે વિદેશી દારૂ બોટલ ની હોમ ડીલેવરી બુટલેગરો દ્વારા આપવામાં આવી રહી છે અને જે ભૂગર્ભમાં ઉતરી ગયેલા બુટલેગરો ફરીથી બહાર આવીને પોતાના જુગારના અડ્ડાઓ ધમધમાવી રહ્યા છે તો શું આ બુટલેગરના ધંધા ઉપર કોની રહેમ નજર છે? કે પછી સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય કડી તાલુકાના પોલીસ સ્ટેશનના વહીવટ દારૂની રહેમ નજર હેઠળ આ ધંધા ફુલા ફાલ્યા છે કે શું તે પણ પ્રશ્ન સામે આવી રહ્યો છે.

કડી તાલુકાના બાલાસર, લુણાસણ, વિડજ સહિતના અન્ય ગામો દેશી દારૂનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે તેમજ બેરોકટોક હેઠળ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે કરણનગર રોડ, દેત્રોજ રોડ,નાની કડી રોડ,થોળ રોડ, કડી હાઇવે ચાર રસ્તા, મલારપુરા, રાજપુર, જેવા અનેક ગામોમાં બે રોકટોક વિદેશી દારૂનો વેપલો અને બુટલેગરો દ્વારા હોમ ડિલિવરી આપવામાં આવી રહી છે .

કડી શહેર કેટલાક સમયથી ગુનેગારોનો અડ્ડો બની ગયું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે શહેરમાં ઠેક ઠેકાણે દેશી- વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ બે રોકટોક ચાલી રહ્યા હોવા છતાં કડી પોલીસે વેદી મૌન સેવી લીધું હોવાનું દેખાઈ રહ્યું છે ઉચ્ચકક્ષાના અધિકારીઓ તો નીચેના કક્ષાના અધિકારીઓને કડક હાથે પગલાંઓ તેમજ કાયદાનું ભાન કરાવવા માટે સૂચનાઓ આપતા હોય છે પરંતુ સ્થાનિક પોલીસ હાથ નીચેના કેટલાક કર્મચારીઓ ગુનેગારોને શૂટ આપી કે નિયમિત ભાગ મેળવી બુટલેગરોને પોતાના ધંધા ધમધમાવા માટે છૂટ આપી દીધી હોય તેવું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે

પી.આઈ બદલાયા એટલે વહીવટદાર તુરંત જ બદલાઈ ગયા અને ધડાધડ પરમિશન આપી દીધી લોકમુકે ચર્ચા ચાલીરહી છે.

થોડાક સમય પહેલા કડી પોલીસ સ્ટેશનના પી આઈ ની નવયુક્તિ થઈ હતી તુરંત જ નવા વહીવટદારોની અલગ અલગ પ્રકારે અલગ અલગ અધિકારીઓ દ્વારા લોબી વહીવટદાર બનવા માટે શરૂ થઈ ગઈ હતી અંતે નવા નિયુક્ત પીઆઈના થયેલા વહીવટદાર બે રોકટોક બુટલેગરોને પરમિશન આપી દીધી હોય તેવું શહેરની અંદર ચર્ચા રહ્યું છે.કડી શહેરમાં વિવિધ બે નંબરીયાઓ ખુલ્લેઆમ પોતાના ધંધાઓ સ્થાનિક વહીવટદારની પરમિશનથી બે રોકટોક ધમધમાવી રહ્યા છે કડી મા કેટલાક વિસ્તારોમાં જાણે વલ્લી મટકાના અડ્ડા ધમધમી રહ્યા છે આ ધમધમી રહેલા બુટલેગરોના અડ્ડા ઉપર કેની રહેમ નજર છે કે પછી સ્થાનિક તેમજ અન્ય વહીવટદારોની પરમિશનથી ધંધા ચાલી રહ્યા છે તે પણ બહુ મોટો પ્રશ્ન સામે આવી રહ્યો છે હવે જોવાનું રહ્યું કે આ બે રોકટોક અને ફુલ્યા ફાલેલા બુટલેગર ઉપર કોણ લગામ લગાવશે તે તો આગળનો સમય જ બતાવશે.

કડી શહેર માં કેટલાં સ્ટેન્ડ ચાલે છે તેની તમામ માહિતી નામ જોગ આવતા અંકે.