👉 પી. આઈ. એ.એસ. રબારી અને પી.એસ. આઇ. આર. આર. પરમાર એ લૂંટ કરતી ટોળકી ને દબોચી લીધી

કડી માં છેલ્લા અનેક સમય થી રાત્રી દરમ્યાન લૂંટ કરતી ટોળકી નો આતંક મચી ગયો હતો. આ ટોળકી રાત્રિ દરમ્યાન છરી બતાવીને અથવા છરીના ઇશારે લૂંટ ચલાવતી ને લોકો પાસે રહેલ કિંમતી સામાન કે પૈસા પડાવી ને રફુચક્કર થઈ જતા અને જાહેર માં આતંક મચાવતા અને પોલીસ ને પણ અનેક પડકારો આપતા હતા.

કડી પોલીસ સ્ટેશન ના પી. એસ. આઇ. આર. આર પરમાર સહિત પોલીસ કર્મચારીઓ જયેશભાઈ, રવિભાઈ, દિલીપકુમાર નાઈટ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન કડી થોળ રોડ ઉપર આવેલ મુખ્ય કેનાલ ઉપર આવેલ કરણનગર વાય જંકશન ખાતે આવેલ વામજ તરફથી બે પ્લસર બાઈક લઈને જઇ રહેલા હતા. બને બાઇક માં બેસેલ ત્રણ ઈસમો ઉપર પોલીસ ને શંકા જતા તેમની પૂછ પરછ કરતા પોલીસ ની સામે અલા ગલ્લા કરતા તે ત્રણે ઇસમો ને કડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવતા પોલીસે તેમની ઉંડાણ પૂર્વક પૂછ પરછ કરતા રક્ષાબંધન ના રાત્રિ દરમ્યાન કેનાલ ઉપર અવાવરુ જગ્યાએ ઉભેલ ઈસમો ને છરી બતાવી ને લુંટ કરી હતી. છ ઈસમો ભેગા મળી ને અલગ અલગ પ્લસર બાઈક કેનાલ તરફ નીકળેલ અને રાત્રિ ના સમયે કડી થોળ રોડ નજીક મુખ્ય કેનાલના કરણનગર તરફ જતા સર્વિસ રોડ ઉપર એક લાલ કલરની વેગેનાર ગાડી પડેલ હોય છે ગાડીમાં એક કપલ બેસેલા હતા અને તે ગાડીના કાચ ઉપર પથ્થર મારી તોડી નાખી ગાડીમાં બેસેલ કપલને છરી બતાવી કપલ પાસેથી ચાંદીની લકી તથા વીંટી તથા એક મોબાઇલ ફોનની લૂંટ કરી બાઈક ઉપર લઈને નીકળી ગયા હતા. આ લૂંટ ચલાવનાર ઇસમો સામે પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસે રિમાન્ડ માંગી વધુ પૂછપરછ કરતા આયુષ્માન કબુલ કરેલ કે એકાદ મહિના અગાઉ રાત્રી દરમિયાન પિરોજપુર કેનાલ નજીક એક ટ્રક પલટી ખાઈ ગયેલ હતી.અને ટ્રક ચાલકને છરી બતાવીને તેની પાસે રહેલ રોકડ રૂપિયા 40,000/- તથા એક મોબાઈલ ફોન અને બીજી લૂંટ દોઢ એક મહિના પહેલા રાત્રિ દરમિયાન થોળ રોડ ઉપર આવેલ બોરીસણા ગામ નજીક એક ટ્રક ઉભેલ હોય જે ટ્રક ચાલકની છરી બતાવીને 2200 રૂપિયા લૂંટ કરી હોવાની કબુલાત કરી પોલીસે આ અંગે તપાસ કરી આ લૂંટ કરતી ઈસમો સામે કાયદેસર ની કાર્યવાહી કરી જેલ ના સળિયા પાછળ ધકેલી નાખવામાં આવ્યા હતા.

અટક કરવામાં આવેલ આરોપી*

1. દશરથ ઉર્ફે દસો ચતુરભાઈ બજાણીયા રહે કરસનપુરા ,કડી

2. જોગેન્દ્ર ઉર્ફે જોગી મંગળભાઈ બજાણીયા રહે વામજ, કડી

3. અર્જુન બાબુભાઈ બજાણીયા રહે. વામજ, કડી

4. ગોપાલ ઉર્ફે ગોપી બાબુભાઈ રાવળ રહે વામજ, કડી

5. કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોર બાળક

કબજે કરેલ મુદ્દામાલ*ચાંદીની લકી, ચાંદીની વીંટી, પ્લસર 2 બાઈક GJ 02 EM 3350 તથા GJ 02 EP 8466, છરી, લાકડાનો ધોકો કુલ મુદ્દામાલ મળી 1.16/- લાખ રૂપિયા નો મુદામાલ જપ્ત કર્યો હતો