જાપાન ના ટોક્યો થી તેમના મૂળ વતન કડી ખાતે આજે લાવવામાં આવ્યા હતા.

કડી ના જાણીતા બિલ્ડર અને દાનવીર જગદીશ પટેલ ના પુત્ર જીગર પટેલ નું જાપાનના ટોક્યો માં હ્રદય રોગ ના કારણે અવસાન થયું હતું. આ દુઃખદ સમાચાર મળતા જ સમગ્ર કડી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.

જિગર પટેલ ત્રણ વર્ષ અગાઉ અમેરિકામાં વ્યવસાય શરૂ કર્યો હતો. અને ગ્રીન કાર્ડ ધરાવતો જિગર તેની પત્ની અને બે દીકરીઓ સાથે અમેરિકા માં જ સ્થાયી થયા હતા. દીકરીઓ ને ત્યાં શાળા માં વેકેશન હોવાથી પરિવાર સાથે ભારત આવવાનું આયોજન કર્યું હતું તે પહેલા તે પરિવાર સાથે ચાઈના, હોંગકોંગ, જાપાનના પ્રવાસે નીકળ્યા હતા.

ચાઈના અને હોંગકોંગ નો પ્રવાસ પૂર્ણ કરીને પરિવાર સાથે તે જાપાન ટોક્યો શહેરની એક હોટલ માં રોકાયા હતા ત્યાં જિગર ની અચાનક તબિયત લથડતા તેમણે સારવાર અર્થે લઈ ગયા હતા ત્યારે બાદ તેમણે ઘરે પરત લાવવાંમાં આવ્યા હતા જોકે ફરીથી એક વાર અચાનક દુઃખાવો ઉપડતા તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રસ્તામાં જ તેને હૃદય રોગ નો તીવ્ર હુમલો આવ્યો હતો અને ત્યાંના તબીબે તેમને ભારે મહેનત કરી હોવા છતાં તેમણે આખરે દમ તોડી નાખ્યો હતો અને સમાચાર પરિવાર ને જાણ થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હતું.

ત્યાર બાદ લાંબા સમય બાદ તેમણે આજ રોજ જાપાન ના ટોક્યો ખાતે થી તેમણે મૂળ વતન કડી ખાતે લાવવા માં આવ્યા હતા આજે અને તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં કડી વાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સ્થાનિક નેતાઓ સહિત કડી વાસીઓ એ આ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એ શ્રદ્ધાંજલિ પાઠવી તથા અંતિમ યાત્રા માં ઉપસ્થિત રહ્યા હતા.