લાઈન મેન્ટેનન્સના અભાવે સમસ્યા, રહીશો પરેશાનકડીના કરણનગર રોડ પર આવેલી વીજ ડીપી ઉપર વેલા વીંટળાઈ જતાં શોર્ટ સર્કિટના કારણે અવાર નવાર વિસ્તારમાં પાવર વધ-ઘટની સમસ્યાને કારણે રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. લાઈન મેન્ટેનન્સના અભાવે રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વીજ કંપનીના મેન્ટેનન્સ વિભાગના કર્મીઓની આળશના કારણે વીજ ડીપીઓ ઉપર વેલા વીંટળાઈ ગયા છે. જેના કારણે અવાર નવાર શોર્ટ સર્કિટ થાય છે. વિસ્તારમાં પાવર વધ—ઘટના પ્રશ્નો ઉભા થયા છે. યુજીવીસીએલ સિટી વિભાગનાકર્મીઓ લાઈન મેન્ટેનન્સ કામ માત્ર કાગળ ઉપર કરી સંતોષ માની રહ્યા હોવાનો બળાપો સ્થાનિકોઅને વ્યક્ત કર્યો હતો.