👉 કડી માં ગુન્હા ખોરી ડામવા પી. આઇ અને પી. એસ. આઇ ની મહત્વ ની ભૂમિકા ભજવી
મહેસાણા જિલ્લા નું એક પોલીસ સ્ટેશન જે ક્રાઈમ માટે નું એપી સેન્ટર ગણાતું હતું એવું પોલીસ સ્ટેશન એ કડી પોલીસ સ્ટેશન થોડા ગણા વર્ષો થી ગણવામાં આવતું હતું. કડી ની અનેક પ્રકારના ગુન્હાઓ નું એપી સેન્ટર માનવામાં આવતું હતું. કડી માં રાત્રિ દરમ્યાન નગરજનો ને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. કારણકે ગમે ત્યારે કોઈ લુખ્ખાઓ મારા મારી કે હત્યા જેવી ઘટનાઓ ને જાહેર માં અંજામ આપી ને પોતે કડી ના ભાઈ છે તે સાબિત કરી ને પોતાનો હિસાબ કિતાબ કરતા હતા. અને લોકો ને ડર ના માહોલ વચ્ચે જીવી રહ્યા હતા. આવી ઘટના થી પોલીસ ને પણ અનેક ચેલેન્જ માંથી પસાર થવું પડતું હતું અને આવા લુખ્ખાઓ ને ઝડપી પાડવા પણ મુશ્કેલ બન્યું હતું પરંતુ થોડાક મહિના અગાઉ અનેક પોલીસ કર્મચારીઓ ની બદલી બાદ કડી માં પી. આઈ તરીકે એ. એસ રબારી જે બાહોશ અને નીડર પોલીસ અધિકારી તરીકે છાપ ધરાવતા પોલીસ અધિકારી ની કડી માં એન્ટ્રી થઈ હતી.
કડી પોલીસ સ્ટેશન માં ક્રાઇમ રેશિયો બહુજ માનવામાં આવતો હતો. અહીંયા કડી પોલીસ સ્ટેશન માં પી. આઈ તરીકે કામગીરી કરવી એ એક ચેલેન્જ રૂપ સાબિત થાય છે. અહીંયા અનેક ઘટના નો સામનો કરવો પડતો હોય છે અને તે ઘટના ને અંજામ આપનારો ગુનેગારો સુધી પોલીસ પહોંચી તેમણે ઝડપી પાડી ને જેલ હવાલે કરવા પડતા હોય છે. પરતું કડી માં થોડાક મહિના અગાઉ પી. આઈ.એ.એસ. રબારી ની નિમણુંક થઈ હતી અને થોડાક જ મહિનાઓ માં કડી વિસ્તાર નો ઇતિહાસ જાણી લીધો અને પછી એમાં એક પી. એસ. આઈ તરીકે ડી સ્ટાફ માં આર. આર પરમાર ની એન્ટ્રી થાય છે. અને સાથે સાથે આ બને પોલીસ અધિકારીઓ ની જુગલબંદી એવી કામગીરી કરી જાય છે કે લોકો પણ આ કામગીરી થી પોલીસ ની સરાહના કરે છે.
પી. આઇ. એ. એસ. રબારી અને પી. એસ. આઈ. આર. આર પરમાર ની જુગલબંદી એવી કામગીરી કરી ગઈ કે ગુનેગારો પણ બોલી ઉઠ્યા કે સાહેબ અમને માફ કરજો અમે ગુન્હા નહીં કરીએ કડી છોડી ને ભાગી જઈશું. કડી માં બેફામ બનેલા લૂખાઓ જે પોતાના વિસ્તારમાં દાદા બની ને પોતાનો રોફ જમાવતા હતા અને ભાઈગીરી કરતા હતા તેવા ટપોરીઓ ને પોલીસે એક પછી એક ઉઠાવવા ના ચાલુ કરે છે અને પછી જે પોલીસ એમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવે છે તેમાં બોલે છે કે સાહેબ અમારી ભૂલ થઈ ગઈ હવે અમે કોઈ દાદા નથી અમને માફ કરજો અને જ્યારે જેલ ની અંદર થી જામીન ઉપર મુક્ત થાય છે ત્યારે કડી છોડી ને ભાગી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે.
કડી માં અનેક મહિનાઓ થી જે ગુનેગારો ઘટના ને અંજામ આપતા હતા અને કાયદો વ્યવસ્થા સામે અને સવાલો ઉભા કરી રહ્યા હતા તેવા તત્વો ને પોલીસે સીધા દોર કરી નાખ્યા. સાથે સાથે બંને પોલીસ અધિકારી કામગીરી ની જુગલબંદી થી ગેર કાયદેસર ચાલતા ધંધા ઉપર તવાઈ બોલાવી ને અનેક ધંધાઓ ઉપર સપાટો બોલાવી દીધો છે. અને ગેરકાયદેસર ધંધો કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરી ને જેલ ભેગા પણ કરી નાખવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી પણ આ કામગીરી થી પી. આઈ. એ. એસ. રબારી.અને પી.એસ. આઈ. આર. આર પરમાર ની કામગીરી અનેક વાર બિરદાવી છે. કડી માં અનેક ગુન્હાઓ ઝડપથી ડિટેક્ટ કરી અને મુખ્ય આરોપીઓ સુધી પહોંચી તેમણે ઝડપી પાડી ને જેલ ભેગા કરવામાં પી. આઈ એ. એસ રબારી અને ડી સ્ટાફ પી. એસ. આઈ આર. આર પરમાર સાથે તેમના સ્ટાફ ની મહેનત આજે રંગ લાવી છે અને તેમની કામગીરી થી જીલ્લા પોલીસ વડા દ્ધારા સન્માન પત્ર આપી ને તેમની કામગીરી બિરદાવી હતી