કડીમાં આગામી 22મી જૂને યોજનાર સમારોહ પૂર્વ નાયબ મુખ્યમંત્રીના જન્મદિનની ઉજવણી ની પત્રિકામાં ભાજપના ધારાસભ્ય બાકાત
ભાજપે અને સામાજિક સંસ્થા ના નામે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોને આમંત્રિત કરાયા છે
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જન્મદિવસ નિમિત્તે આગામી 22 મી જુનના રોજ કડીના ટાઉન હોલમાં કાર્યક્રમ રાખવામાં આવે છે ભાજપ અને સામાજિક સંસ્થા ના નામે યોજના આ સમારોહની પત્રિકામાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનો ને આમંત્રિત કરાય છે પરંતુ ભાજપના સ્થાનિક ધારાસભ્ય નું નામ ગાયબ જણાતા લોકોમાં રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે.
ગુજરાતમાં 2022 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીથી પ્રતિક રીતે કારણે મુકાયેલા મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે આગામી 22મી જુના રોજ કડી માં કાર્યક્ર્મ યોજાનાર છે સ્થાનિક ભાજપ, નગરપાલીકા ના પદાધિકારો અને સામાજિક સંગઠનો નિમંત્રણ તરીકે દર્શાવીને પત્રિકા તૈયાર થઈ છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્ઘાટક તરીકે તેમજ આરોગ્ય મંત્રી અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી મુખ્ય મહેમાન થતા જિલ્લાના સાંસદ જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ કડી ના સ્થાનિક ભાજપના સામાજિક આગેવાનો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાના છે જોકે આ સમારોહની પત્રિકામાં કડી ના સ્થાનિક ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નામ ગાયબ જણાવતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. નોંધપાત્ર છે કે થોડાક સમય પહેલા જાહેરમાં એકબીજા પ્રત્યે પરોક્ષ રીતે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી તેના લીધે નીતિન પટેલ અને કરશનભાઈ સોલંકી વચ્ચેની નારાજગી છતી થઈ હતી.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીના જન્મદિનની ઉજવણી ના કાર્યક્રમમા ભાજપના ધારાસભ્ય નુ નામ તેમજ સ્થાનિક આગેવાનના નામો બાકાત કરાતા કડી ની ભાજપ પ્રેમી જનતા મા નારાજગી.
શુ આ નારાજગી ની અસર પૂર્વ નાયબ મુખ્યમંત્રીના જન્મદિનની ઉજવણી ના કાર્યક્રમમા દેખાશે ખરી ???