કડી શહેરમાં અત્યારે હાલ ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગના આદેશથી ગુજરાત પોલીસ માટે ગુજરાત ના મોટા મોટા શહેરોની અંદર નેત્રમ શાખા પ્રોજેક્ટ અંતર્ગત હાલ સીસીટીવી કેમેરા લગાડવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સીસીટીવી કેમેરાનું કામ ચાલતું હોવાના કારણે કડી શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડી રહ્યા છે જ્યારે ચોમાસુ નજીક આવતાની સાથે ચોમાસામાં વરસાદ પડતાં જ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ જતા રસ્તા પર ખાડાઓ જોવા ના મળતાં નથી તે મોટા ખાડા ને કારણે ક્યાંક લોકોનો જીવ લેવાય તો નવાઈ ની વાત નથી.
કડીના ભવપુરા ચોક ખાતે સાંજે જ્યારે શાળાએથી પોતાની બાળક લઈ પરત ફરી રહેલા પિતાનું બાઈક એકાએક ખાડામાં પડી જતા પિતા સહિત બે બાળકીઓને ને લઈને ખાડા જોવા માં ના આવતા ત્યાં બાઈક સાથે નિચે પડતા પરીવાર ને ઈજાઓ પહોંચતા આજુબાજુ ના લોકો ભેગાં થઇને આસપાસના લોકોએ બાળકી અને બાઈક સાથે પડેલ પિતાને બહાર કાઢી હોસ્પિટલ લઈ લઈ ગયા હતા જ્યારે હોસ્પિટલ લઈ જતા બાળકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
નાગરિકો એ કડી નગરપાલિકાનો સંપર્ક કરતા નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને નગરપાલિકા ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા ચીફ ઓફિસર કર્યું હતું કે આ નગરપાલિકાના અંદરમાં આવતું નથી આ પોલીસ વિભાગના સીસીટીવીનું કામ ચાલી રહ્યું છે તે છતાં પણ અમારા તેને આજે આ બનાવ આવતા અમારા દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ ખાડાઓ અમે પુરાવી દઈએ છીએ કે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને તેને લઇ ને કડી નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચનાથી તાત્કાલિક ધોરણે ખાડાઓ પુરાવામાં આવે છે જ્યારે ભોગ બનનાર પિતા અને કડી નગરપાલિકાના પ્રમુખ વચ્ચે એકાએક બોલા ચાલી થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ચીફ ઓફિસરની સમજ બાદ મામલો થાળે પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું
શું કડી નગરપાલિકા પ્રમુખ આમ પબ્લિક પર જાહેરમાં ગુસ્સે થઈ શકે છે. જ્યારે નગરપાલિકા પ્રમુખ ભોગ બનનાર પિતાએ કહ્યું હતું કે મારી બાળકીને કંઈ થઈ જશે તો આનો જવાબદાર કોણ અત્યારે નગરપાલિકા પ્રમુખે કહ્યું હતું કે શું હું જવાબદારી લઉં આ નગરપાલિકાનું કામ નથી જાઓ પોલીસનું કામ છે તમે પોલીસને કેમ કંઈ કહેતા નથી નગરપાલિકા અને નબળી બળી ગયા છો એવું કંઈક નગરપાલિકા પ્રમુખ અનસુયાબેન પટેલ ઉષ્કરાઈ ગયા હતા. અને આખરે નગરપાલિકા પ્રમુખ દ્વારા આવી રીતે નગર ના નગરજનો સાથે આવું વર્તન કરતા લોકોમાં નગરપાલિકા પ્રમુખ નારાજ જોવા મળ્યા હતા અને આખરે નગર પાલિકા પ્રમુખ ચાલતી પકડી પોતાની ગાડીમાં બેસી ગયા હતા જ્યારે આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર તમામ મામલો થાળે પાડી તાત્કાલિક ધોરણે ખાડા પુરાવી દેવામાં આવ્યા હતા.