કડી-નંદાસણ રોડના ખાડા પુરાવવા જાતે ઉતર્યા મેદાનમાં ભાજપના કાર્યકરો, હવે સમજો સરકાર કામ કરે છે કે કર્મચારીઓ?
જે અધિકારી અહીં ચાલે એમ નથી તેવા જ વ્યક્તિને મહત્વના કામ સોંપાતા જન આક્રોશ વધ્યો
ગુજરાતમાં ભાજપના રાજમાં જ્યારે માર્ગ અને મકાન વિભાગ (આર એન્ડ બી)ના અધિકારીઓ પોતાની જવાબદારીઓથી મુખ ફેરવીને નિષ્ક્રિય બનીને બેઠા છે, ત્યારે પાર્ટીના કાર્યકર્તાઓને જાતે મેદાનમાં ઉતરીને જનહિતના કામો કરવા પડી રહ્યા છે.
તાજેતરમાં કડી-નંદાસણ રોડ પરના ખાડાઓને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાના ઉકેલ માટે આર એન્ડ બી વિભાગના અધિકારીઓને અનેક વખત અરજીઓ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા, આખરે ભાજપના કાર્યકર્તાઓએ જાતે સર-સામાન મંગાવીને રોડના સમારકામની કામગીરી હાથ ધરી હતી.
•લો બોલો, અધિકારીઓ નિષ્ફળ બન્યા પાર્ટી કાર્યકર લોક સમસ્યાને વાચ આપવા મેદાનમાં ઉતર્યાઆ કામગીરીમાં ભાજપના અગ્રણી અશ્વિનભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જાતે ખાડા પુરાવવા માટે મટીરીયલ મંગાવ્યું અને રોડને વાહનયોગ્ય બનાવવા માટે પરસેવો પાડ્યો.

આ ઘટના ભાજપના કાર્યકર્તાઓની જનસેવાની ભાવનાને તો રજૂ કરે જ છે, પરંતુ તે સરકારી અધિકારીઓની મનસ્વી અને નિષ્ક્રિય વર્તનને પણ ઉજાગર કરે છે. જ્યારે સરકાર તરફથી પર્યાપ્ત ફંડ અને સુવિધાઓ આપવામાં આવે છે, ત્યારે પણ અધિકારીઓ કેમ કામ કરતા નથી? આ પ્રશ્ન આજે ગુજરાતના લોકોના મનમાં ઘૂમી રહ્યો છે.
જનતાના પ્રતિનિધીએ અગાઉ પણ કર્મચારીઓના વર્તન અંગે શંકા વ્યક્ત કરી હતીઆર એન્ડ બી વિભાગના અધિકારીઓના મનસ્વી વર્તનની રૂપરેખા જોતા, આવી ઘટનાઓ કોઈ નવી વાત નથી.
અધિકારીઓ સામે પાર્ટી કાર્યકર્તાઓ પણ લાચાર,!?ભાજપના રાજમાં અધિકારીઓ “ફાટીને ધુમાડે ગયા છે” એવું કહેવું અતિશયોક્તિ નથી. જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓ જાતે રસ્તા સુધારવા માટે ઉતરી પડે છે, ત્યારે પ્રશ્ન ઉઠે છે કે આ વિભાગના અધિકારીઓને પગાર કેમ અપાય છે? સરકારે આવા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરીને તેમની જવાબદારીઓનું પાલન કરાવવું જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન વધે અને જનતાને તેમના હક્કની સુવિધાઓ મળી રહે.
