કડી પોલીસ સ્ટેશન ખાતે બંને સમુદાય રમજાન ઈદ તેમજ રામનવમી ના તહેવારની ભાઈચારા અને શાંતિમય વાતાવરણમાં ઉજવણી કરે જે અનુસંધાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આ બેઠકની અંદર મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે રમઝાન માસ ચાલી રહ્યો છે તેમજ 10 એપ્રિલ ના રોજ મુસ્લિમ સમુદાયનો રમજાન ઈદ અહેવાલ આવી રહ્યો છે તેમજ 17 એપ્રિલે પ્રભુ રામચંદ્ર ભગવાનના જન્મ દિવસે રામ નવમી તહેવારની ઉજવણી થવાની છે જ્યારે સાત દિવસની અંદર બંને સમાજના લોકોના મોટા તહેવારો આવતા હોય અને અગામી સમય લોકસભા 2024 ની ચૂંટણી યોજવાની છે તે અનુસંધાને કડી પોલીસ દ્વારા કડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું થોડાક દિવસો બાદ રમઝાન ઈદ તેમજ રામનવમી તહેવાર ઉજવણી થવા જઈ રહી છે જે અનુસંધાને કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને બંને સમુદાયના લોકો બંને તહેવારો શાંતિમય માહોલ અને ભાઈજારા સાથે ઉજવણી કરે જે અનુસંધાને કડી પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું કડી પીઆઇ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવેલી હતી આ બેઠકની અંદર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
કડી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં દેશી દારૂનો મુદ્દો તેમજ ટ્રાફિકના મુદ્દાઓ ઉછળ્યા હતા.
કડી શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર બેફામ દેશી દારૂના અડ્ડાઓ ધમધમે રહ્યા છે ત્યારે આજરોજ યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં દેશી દારૂ ના અડ્ડા ને લઇ મુદ્દાઓ ઉછળ્યા હતા .
મલારપુરા તેમજ અર્બન હેલ્થ સેન્ટર ની બાજુમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂ ના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે આ દેશી દારૂ ના અડ્ડા ઉપર કેની રહેમ નજર છે ત્યારે નગરપાલિકા વોર્ડ નંબર બે ના કોર્પોરેટર દ્વારા શાંતિ સમિતિની બેઠકમાં દેશી દારૂ ના અડા નો મુદ્દો ઉછાળવામાં આવેલો હતો તેમજ પીઆઇ સમક્ષ કડક ભાષામાં રજૂઆત કરવામાં આવેલી હતી મલારપુરા તેમજ કડી અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં ચાલતા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવેલી હતી