👉લગ્નના એક મહિના પહેલા જ અપરણિત યુવાનને તંત્રએ નપુશક બનાવી દીધો.

કડી માં આવેલ નંદાસણ ના નવી શેઢાવી ગામે ફરીથી એકવાર આરોગ્ય તંત્ર નું કૌભાંડ બહાર આવ્યુ છે ત્યારે હજુ ખ્યાતિ હોસ્પિટલ કાંડ ની સાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરી કડી તાલુકાના નંદાસણ ગામના નવી શેઢાવી ખાતે એક યુવાન ની જાણ બહાર નસબંધી નું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું.

નવી શેઢાવી ગામે 31 વર્ષ ના અપરણિત યુવાનને એક મહિના બાદ લગ્ન થાય તે પહેલા જ નસબંધી કરી દેવાનો મામલો સામે આવ્યો છે. અને આ મુદે પરિવારે મચાવેલા હંગામા બાદ જવાબદારો એ પોતાની ભૂલ સુધારવા ઓપરેશન ખોલવાની હિલચાલ પણ શરૂ કરી હોવાનુ વિગતો સામે આવી રહી છે.

આરોગ્ય કર્મચારી દ્ધારા યુવકનો સંપર્ક કરી અમદાવાદમાં નસબંધી કરાવી હોવાનુ બહાર આવ્યુ છે. ત્યારે મહેસાણા જીલ્લા આરોગ્ય વિભાગ સમગ્ર મામલે ઊંઘતું ઝડપાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અપરણિત યુવાનની નસબંધી કરી દેવાના મામલે આરોગ્ય વિભાગ તપાસ કરશે કે નહિ તે મોટો એક સવાલ ઉઠ્યો છે.

સરકારી ટાર્ગેટ પૂરા કરવા માટે આરોગ્ય વિભાગ નું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે. અપરણિત યુવાનની નસબંધી કરી દેવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જાણીને નવાઈ લાગશે કે જે યુવક ની નસબંધી કરાઈ છે તે યુવક ના એક મહિના બાદ લગ્ન હતા અને જ્યારે પરિવારને આ નસબંધી બાબતે જાણ થતા તમામ સ્તબંધ બની ગયા હતા પરિવાર દ્ધારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે પૈસા ની લાલચ આપી યુવક જોડે સંમતી ઓપરેશન કરી દેવામાં આવ્યું છેજ્યારે બીજી બાજુ એવું પણ કહેવાય છે કે સરકારી ટાર્ગેટ કે અન્ય આશયથી આ ઓપરેશન કરાયું છે. ત્યારે આ સંબંધે તપાસ જરૂરી બની ગઈ છે યુવકના લગ્ન પહેલા જ કરી દેવાયેલો ઓપરેશન ના મુદ્દે પરિવારે મચાવેલા હોબાળાને લઈને હાલમાં તેનું કરવામાં આવેલું ઓપરેશન ખોલવાની હિલચાલ થઈ છે કહેવાય છે કે એ આરોગ્ય કર્મચારી દ્વારા યુવકની ઓપરેશન માટે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના એક મહિના બાદ લગન લેવાય છે અને પરિવારને તેના તરફ ઘણી આશાઓ છે ત્યારે તંત્ર દ્વારા કરાયેલા નસબંધી આ ઓપરેશનની ચર્ચાઓ જગાવી છે અને સમગ્ર મામલો હાલમાં તપાસનો વિષય બને છે.

આખજ માં જામફળી વીણવાનું કહીને લઈ ગયા હતા:- પ્રહલાદજી ઠાકોર

નવી શેઢાવી ગામે પ્રહલાદજી શંકરજી ઠાકોરે જણાવ્યું હતું કે દેવીપુજક છોકરાને આરોગ્ય વિભાગના ડોક્ટર અને ગામનો ભેમો આખજ ગામમાં ચીકુડીયો રાખી છે ત્યાં જામફળ વીણવાના અને દવા છાંટવાના કામ પેટે સાડા ચારસો રૂપિયા આપીશું તેમ કહીને સાથે લઈ ગયા હતા યુવકને દારૂ પીવડાવી ઓપરેશન કરાવીને ઘરે મૂકી ગયા હતા મોહલ્લા માં જાણ થતા તેના ઘરે તમામને મળીને નિવેદન આપું છું.