મહેસાણાના કડીમાં કોમી એકતાના પ્રતિક સમાન હઝરત ખ્વાજા પીર દાદા બદરૂદ્દીન ચિશ્તી ઉર્ફ બાવા બદર (ર.અ.) ની 500 વર્ષ જુની દરગાહ શાહી કબ્રસ્તાનમાં આવેલી છે. ઉલ્લેખનિય છે કે, અહીં દરેક ધર્મના લોકો શ્રદ્ધાથી માથું ટેકવીને પોતાની ઈચ્છા પૂર્ણ કરે છે. આ દરગાહ ખાતે સાદગીથી સંદલ શરીફમાં મોટામીયાં માંગરોલની ગાદીના હાલના સજ્જાદાનશીન હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવા સાહેબ તથા તેઓના પુત્ર અને મોટામીયાં માંગરોલની ગાદીના આગામી સજ્જાદાનશીન હઝરત પીર ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી બાવા સાહેબ તેમજ હઝરત ઈરફાન કાદરી બાવા સાહેબની હાજરીમાં સાદગીથી સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં સર્વ ધર્મના શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે ઉમટી પડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ધુળેટીના કડીમાં રોજ કોમી એકતાના પ્રતિક સમાન હઝરત ખ્વાજા પીર દાદા બદરૂદ્દીન ચિશ્તી ઉર્ફ બાવા બદર (ર.અ.) દરગાહ શરીફ ખાતે સંદલ શરીફનો કાર્યક્રમ યોજાયો હતો.સવારે પીર સાહેબોના આગમન બાદ પરંપરાગત રીતે દરગાહ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોટામીયાં માંગરોલની ગાદીના હાલના સજ્જાદાનશીન હઝરત પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી બાવા સાહેબ તથા તેઓના પુત્ર અને મોટામીયાં માંગરોલની ગાદીના આગામી સજ્જાદાનશીન હઝરત પીર ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી બાવા સાહેબ દ્વારા તેમના અનુયાયીઓને ઘેરઘેર ગાયો પાળોનો ઉપદેશ આપવામાં આવતો હોય છે. તેમજ સમયાંતરે સમાજમાં શિક્ષણ, વુક્ષોના વાવેતર,વ્યસન મુક્તી સહીતના અનેક કાર્યક્રમો યોજી સમાજને સાચી દિશા બતાવવી તેમજ સમાજોમાં ચાલતા કુરીવાજો દુર કરવા માટે સત્તત લોકોને અપીલ પણ કરી રહ્યા છે.
હઝરત ખ્વાજા પીર દાદા બદરૂદ્દીન ચિશ્તી ઉર્ફ બાવા બદર (ર.અ.) બાદ નાના બાલાપીર દરગાહ ખાતે હઝરત પીર નાના બાલાપીર, હઝરત પીર હૂસેનમીયાં ચિશ્તી, હઝરત પીર બાવામીયાં ચિશ્તીના મજાર શરીફ ઉપર પીર સાહેબો તેમજ અનુયાયીઓની હાજરીમાં સંદલ અને ફુલ-ચાદર ચઢાવવામાં આવી હતી.
હઝરત ખ્વાજા પીર દાદા બદરૂદ્દીન ચિશ્તી ઉર્ફ બાવા બદર (ર.અ.)ના વ્યવસ્થાપક કડુજીવાલા હાજી અલીમોહમ્મદ હાજી સુલેમાનભાઈ ઘાંચી તેમજ કડુજીવાલા ઈસ્માઈલભાઈ ઘાંચી, પટેલ હાજી અબ્દુલ કાદર ઘાંચી(શેલા) તેમજ કડુજીવાલા અબ્દુલ રઉફ ઘાંચી દ્રારા વ્યવસ્થિત આયોજન દર વર્ષે કરવામાં આવે છે, પરતું હાલમાં મુબારક રમઝાન મહિનાના કારણે જુલુસ, ન્યાઝ, કવ્વાલી કે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો.
