અદ્વૈત ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડે જણાવ્યું:“આ સુવિધાનું ઉદ્ઘાટન માત્ર અદ્વૈત માટે જ નહીં પરંતુ ભારતના સ્વચ્છ ઊર્જા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ પગલું છે. 30 MWથી શરૂઆત કરીને 1 GW સુધીના વિસ્તરણના અમારા વિઝન દ્વારા અમે ભારતની ગ્રીન હાઇડ્રોજન સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”—શાલિન શેઠ, ડિરેક્ટર,

અદ્વૈત ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડએ આજે મહેસાણા જિલ્લાના કડી–દેત્રોજ રોડ પર આવેલ પાર્થ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ખાતે ભારતની પ્રથમ 30 MW આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર એસેમ્બલી સુવિધાઓમાંની એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું . આ પહેલ ભારતના વિકસતા ગ્રીન હાઇડ્રોજન મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જોવામાં આવે છે અને ગુજરાતને અદ્યતન સ્વચ્છ ઊર્જા ટેક્નોલોજી ઉત્પાદન માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવે છે.

ઉદ્ઘાટન સમારંભમાં અશ્વિનીકુમાર (એનર્જી & પેટ્રોકેમિકલ્સ)સુજીત ગુલાટી સર ,દિનેશભાઇ પટેલ (ચેરમેન ઊંઝા એપીએમસી) તેમજ EPC કંપનીઓ, હાઇડ્રોજન ટેક્નોલોજી ભાગીદારો અને ઔદ્યોગિક ઓફટેકર્સ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપસ્થિતિ ભારતના વિકસતા હાઇડ્રોજન અર્થતંત્ર માટે ઉદ્યોગ, ટેક્નોલોજી અને નીતિ વચ્ચે વધતા સહકારને દર્શાવે છે. ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે ઇલેક્ટ્રોલાઇઝર મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી નવીનીકરણીય વીજળીનો ઉપયોગ કરીને પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ કરે છે. ભારત આગામી દાયકામાં રિફાઇનિંગ, ખાતર ઉદ્યોગ, સ્ટીલ, મોબિલિટી અને ઊર્જા સંગ્રહ જેવા ક્ષેત્રોમાં ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગમાં વધારો કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તેથી ઇલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ માટે સ્થાનિક ક્ષમતાનો વિકાસ હવે રાષ્ટ્રીય વ્યૂહાત્મક પ્રાથમિકતા બની ગયો છે.

અદ્વૈત ગ્રીનર્જીની આ પહેલ ભારતની સ્વદેશી સ્વચ્છ ઊર્જા મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે અને દેશના ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમને ગતિ આપશે.હાઇડ્રોજન ક્ષેત્ર સિવાય પણ અદ્વૈત ગ્રીન એનર્જી ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તનના અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સક્રિય છે. હાલમાં કંપની પાસે 200 MWથી વધુ સૌર EPC પ્રોજેક્ટ્સ અમલ હેઠળ છે, જે નવીનીકરણીય ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં તેની ભૂમિકા દર્શાવે છે.કંપની ઊર્જા સંગ્રહ ક્ષેત્રમાં પણ ઝડપથી આગળ વધી રહી છે. અદ્વૈત ગ્રીન એનર્જી પાસે હાલમાં 400 MWhથી વધુ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટ્સ વિકાસ હેઠળ છે. ઉપરાંત કંપની 2026માં કાર્યરત થનારી 2.5 GWh BESS મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપિત કરી રહી છે, જે ભારતના સ્થાનિક બેટરી મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.