શહેરના પાન પાર્લરો પર હવે “MRP” માત્ર દેખાવ પૂરતું જ રહી ગયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. સિગારેટ અને તમાકુ ઉત્પાદનોમાં પ્રિન્ટેડ કિંમત કરતાં વધારાના રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રોજિંદા ઉપયોગની વસ્તુઓમાં ચાલી રહેલી આ ગેરરીતિ હવે ખુલ્લેઆમ “નિયમ” બની ગઈ હોય એવું લાગી.

MRP અલગ અને ભાવ અલગ રહ્યું છે.

ગ્રાહકો પાસેથી મળેલી માહિતી મુજબ, અનેક બ્રાન્ડ્સમાં પ્રિન્ટેડ કિંમત અને વાસ્તવિક વસૂલાત વચ્ચે મોટો તફાવત જોવા મળે છે.

તાનસેન: 5ના બદલે 7 રૂપિયા

આરએમડી: 10ના બદલે 12 રૂપિયા

રાજસી: 20ના બદલે 25 રૂપિયા

તાનસેન મોટી: 18ના બદલે 25 રૂપિયા

સિગ્નેચર: 10ના બદલે 15 રૂપિયા

માત્ર 1-2 રૂપિયા નહીં, પરંતુ કેટલીક જગ્યાએ 30% સુધી વધારાનો દર વસૂલવામાં આવી રહ્યો છે. આ સ્પષ્ટપણે ગ્રાહકોની ખિસ્સા પર ડાકો સમાન છે.

“બે રૂપિયા માટે કોણ ઝઘડે?” લોકોની આ માનસિકતાનો દુકાનદારો ઉઠાવી રહ્યા છે ફાયદો

પાન પાર્લરો પર નાના પ્રોડક્ટ્સ માટે બિલ આપવામાં આવતું નથી. પરિણામે ગ્રાહકો પાસે કોઈ પુરાવો નથી રહેતો.

“થોડા રૂપિયા માટે કોણ ઝઘડે?” — આ સામાન્ય માનસિકતા હવે વેપારીઓ માટે કમાણીનું મોટું હથિયાર બની ગઈ છે. વેપારીઓ દ્વારા “માલ જ મોંઘો મળે છે” એવું બહાનાં કાઢવામાં આવી રહ્યા છે.જ્યારે પાન પાર્લર સંચાલકોને પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ ડિસ્ટ્રિબ્યુટરો પર આક્ષેપ કરતા કહ્યું “અમને જ વધારે ભાવે માલ મળે છે, એટલે અમારે પણ વધારે લેવું પડે છે.”પરંતુ આ દલીલ પોતે જ અનેક સવાલો ઊભા કરે છે.

ગોટાળો ક્યાં છે? તે તપાસ નો વિષય

કંપનીએ MRP વધાર્યો નથી છતાં ગ્રાહકો પાસેથી વધારાની વસૂલાત થઈ રહી છેતો જવાબદાર કોણ?

ડિસ્ટ્રિબ્યુટરોનો કાળો ખેલ?

પાર્લર માલિકોની મનમાની?

કે પછી બંને વચ્ચે ગઠબંધન?આ ગૂંચવણનો ઉકેલ હજી સુધી સામે આવ્યો નથી.

કાયદો શું કહે છે? ભારતમાં MRP કરતાં વધુ ભાવે કોઈપણ પ્રોડક્ટ વેચવી ગેરકાયદેસર છે.ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ: વધારાની વસૂલાત સીધી છેતરપિંડી ગણાય ગ્રાહકો કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી શકેપરંતુ વાસ્તવિકતા એ છે કે નિયમો કાગળ પર છે, અમલ જમીન પર નથી.

નાનો તફાવત છે પરંતુ ધંધો મોટો છેદેખાવમાં 2-5 રૂપિયાનો તફાવત નાનો લાગે, પરંતુ રોજના સૈંકડો ગ્રાહકો પાસેથી આવી વસૂલાત થાય તો, આ લાખો રૂપિયાનો ગોટાળો બની શકે છે.આથી, આ માત્ર ગેરરીતિ નથી આ એક વ્યવસ્થિત “લૂંટનો મોડેલ” બની ગયો છે.

સૂતેલું તંત્ર ક્યારે જાગશે?

હજુ સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી કે તપાસ સામે આવી નથી.ગ્રાહકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે અને પાર્લરો પર ચેકિંગ વધારાય ડિસ્ટ્રિબ્યુશન ચેઇનની તપાસ થાય દોષિતો સામે કડક પગલાં લેવાય તારણ

MRP કરતાં વધુ વસૂલાતનો આ મુદ્દો હવે નાના સ્તરની ગેરરીતિથી આગળ વધી “ખુલ્લેઆમ લૂંટ”માં બદલાઈ ગયો છે.હવે જોવાનું રહ્યું કે તંત્ર આંખ ખોલે છે કે નહીં અને ગ્રાહકોની ખિસ્સા પર પડતી લૂંટ ક્યારે અટકશે