👉 કડી પોલીસ અવારનવાર વિવાદમાં આવી રહી છે છતાં ઉચ્ચ અધિકારીઓ કેમ બચાવ કરી રહ્યા છે .

👉કડી પોલીસ ના કર્મચારીઓ ત્યાંથી નીકળતા હોવા છતાં કડી પોલીસ દારૂ વેચતા વેપારીઓ સામે મુક પ્રેક્ષક બનીને જોઇ રહી છે.

ગુજરાતમાં દારૂબંધી છે તે જાણિતી વાત છે. અને દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારુની રેલમછેલ ઉડે છે. તે પણ જાણિતી વાત છે. જે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોય અને ત્યાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય તો આમાં ઉપર સુધી સેટિંગ હોય તો જ આ શક્ય બને. હપ્તા ક્યાં સુધી જતા હશે તે સમજી શકાય છે. વિપક્ષ અને જનતા સતત કહેતી રહે છે કે દારૂ બંધી હોવા છતાં દારૂ વેચાઈ રહ્યો છે તેના પર પ્રતિબંધ લગાવો. પણ સત્તાપક્ષ એવું કહેતો રહે છે કે ક્યાંય દારુ વેચાતો નથી. તો આ જુઓ મહેસાણાના કડી તાલુકાના દ્રશ્યો ખુલ્લેઆમ દારૂનો બેરોક ટોક વેપલો થઈ રહ્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા છે.

સ્થાનિક પોલીસ દ્વારા ઠેર ઠેર બુટલેગરો સાથે સાંઠગાંઠ કરીને દેશી વિદેશી દારૂનું નેટવર્ક ચલાવવામા આવી રહ્યું હોવાની ફરિયાદો છેલ્લા લાંબા સમયથી ઉઠી રહી છે. ગાંધીના ગુજરાતમાં રોજ દારૂ અને દારૂડિયાઓના કેસ પોલીસ ચોપડે નોંધાતા જ રહે છે. બહારથી વિદેશી દારૂ મંગાવી તેનું કટીંગ, બેરોકટોક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ થતું હોવા છતાં, પોલીસ આ બાબતે આંખ આડા કાન કરીને જાણે કશું જાણતી જ નથી તેમ બેસી રહે છે. મહેસાણાના જીલ્લા ની એજન્સીઓ પણ હાથ પર હાથ ધરી ને બેસી રહી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કડી માં બેફામ ચાલતાં અડ્ડાઓ ઉપર પોલીસ કેમ દરોડા પાડી શકતી નથી તે લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે.

કડી માં બેફામ રીતે દેશી તથા વિદેશી દારૂ ની રેલમ છેલ જોવા મળે છે જોકે પોલીસ ની સાંઠ ગાંઠ ને કારણે જ મોટા કેસ થતા નથી. બાકી જાણે પોલીસ ને ટાર્ગેટ હોય તેમ નાના મોટા કેશ બનાવી અને ચોપડે નોંધી ને જાણે કડી પોલીસ પોતાની કામગીરી બતાવતી હોય તેવું જોવા મળી રહ્યું છે. માંગો તે બ્રાન્ડની દારૂની બોટલ હવે તો બૂટલેગરો હોમ ડિલિવરી પણ કરતા જોવા મળી રહ્યા છે. કડી માં જાણે પોલીસ ની બીક ના હોય તેમ બૂટલેગરો પોતાનાં વાહન વ્યવહાર માં દારુ ની હેરાફેરી કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

કડી માં સંખ્યાબંધ સ્થળોએ ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂ વેચાઈ રહ્યો છે, છતાં સબ સલામતના દાવા કરાઈ રહ્યા છે. રાજ્ય બહારથી આવતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ તો પોલીસ શોધી કાઢે છે પરંતુ પોતાના વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો મળતો નથી. ફક્ત કોઇ ઉચ્ચ એજન્સી જયારે રેડ કરે ત્યારે જિલ્લાની એજન્સીઓ અને સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી જાય છે.

કડી ના તથા આજુ બાજુ ના ગામડાઓ માં બેફામ ચાલી રહી છે દેશી દારૂ ની ભઠ્ઠીઓ છતાં કડી પોલીસ આવા બૂટલેગરો ઉપર કાર્યવાહી માં નિષ્ફળ સાબિત થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. કડી માં ઠેર ઠેર માંગો ત્યાં દારૂ મળી રહે છે અને બૂટલેગરો દ્ધારા હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવે છે. તેવા દ્રશ્યો ગણી વાર જોવા મળતા હોય છે. કડી પોલીસ સ્ટેશન ના ક્યાં વહીવટદાર અને અઘિકારીઓ ની રહેમ નજર હેઠળ આ ધંધાઓ ફૂલી ફાલ્યા છે તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી જોવા મળી જાય તેવું છે.

*રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ ના નિયમોનું કડી પોલીસ ગોળી વાટી ને પી ગયા*

ગુજરાત રાજ્યમાં દારૂ બંધી ખાલી ને ખાલી ચોપડે નોંધાઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. અનેક જીલ્લા માં બૂટલેગરો બેફામ બન્યા છે અને સાથે સાથે તેનો કોઈ વિરોધ કરે તો બૂટલેગરો નિર્દોષ લોકો ઉપર હુમલો કરવામાં પણ આવે છે.અને જાન થી મારી નાખવાની કોશિશ કરવામાં આવતી હોય છે. પણ રાજ્યમાં દારૂ નું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે સાથે સાથે મહેસાણાના જીલ્લા ના કડી તાલુકા માં તથા આજુ બાજુ ના ગામડાઓ માં બેફામ રીતે દેશી દારુ તથા વીદેશી દારૂ નું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે છતાં કડી પોલીસ મુક પ્રેક્ષક બની ને બેસી રહી હોય તેવું જોવા મળી રહી છે. સાથે સાથે રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ દરેક જીલ્લા ના પોલીસ અઘિકારીઓ ને દારૂ વેચાણ ઉપર કડક માં કડક કાર્યવાહી ની સૂચનાઓ આપવામાં આવી છતાં કડી પોલીસ ના અઘિકારીઓ ગૃહમંત્રી સાહેબ ના નિયમોનું તો જાણે ગોળી વાટી ને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.