કડી અને નંદાસણ વિસ્તારમાં અનેક ગામડાઓ માં દેશી તથા વિદેશી દારૂ નું ધૂમ વેચાણ જોવા મળતું હોય છે ત્યારે આ ધંધાઓ ને ડામવા માટે પોલીસ આવા ગેર કાયદેસર ચાલતાં ધંધા ઉપર પોલીસ તવાઈ બોલાવતી હોય છે અને બૂટલેગરો સાથે તેમનો મુદામાલ પણ જપ્ત કરવામાં આવતો હોય છે. જેમાં કડી અને નંદાસણ પોલીસ ના છેલ્લા 23-24 વર્ષ ના દરમ્યાન ઝડપાયેલા વિદેશી દારૂ ના નાશ કરવામાં આવ્યો હતો.
કડી માં તથા આજુ બાજુ ના ગામડાઓ માં દારૂ ની રેલમ છેલ વચ્ચે પોલીસ તંત્ર ઠેર ઠેર દરોડા પાડી રહ્યું છે. ત્યારે કડી અને નંદાસણ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂનો બોટલ નંગ કુલ 48083 નંગ અને જેની કિંમત 1,15,86,137 /- કરોડો રૂપિયા નો મુદ્દા માલ નો નાશ કરવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લાના ડી.વાય.એસ.પી મિલાપ પટેલ દ્વારા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ બિનજરૂરી પેન્ડિંગ રહેલ હોય તેમ જ પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી ભરાવો થતો હોય તથા ભવિષ્યમાં વિદેશી દારૂ પકડાતો સમાવેશ કરવામાં તકલીફ પડે તેમ હોય સમયાતરે નામદાર કોર્ટ માંથી હુકમો મેળવી તમામ એજન્સી સાથે સંકલન કરી ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂ મુદ્દામાલ ની નાશ ની કામગિરી ત્વરિત કરી નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું.
કડી તથા નંદાસણ માં ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો કડી ના જાસલપુર રોડ ઉપર આવેલ ખાલી પડેલ ખરાબાની જગ્યામાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં એક વર્ષ દરમ્યાન પકડાયેલ બોટલ નંગ 48083 નંગ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જેની કિંમત આશરે 1,15,86,137/- કરોડો રૂપિયાનું મુદામાલ ઝડપી પાડવામાં આવ્યું હતું.
જેમાં તમામ વિદેશી દારૂ ની બોટલો ઉપર રોડ રોલર ફેરવી નાખ્યું હતું.આ સમયે સ્થળ ઉપર મહેસાણા જિલ્લાના ડી.વાય.એસ.પી.મિલાપ પટેલ, નશા મુક્તિ ના અઘિકારીઓ,કડી મામલતદાર, પ્રાંત અધિકારી, રેવન્યુ તલાટી કચેરી ના અધિકારીઓ તથા કડી અને નંદાસણ પોલીસ સ્ટેશન ના અઘિકારીઓ તથા કર્મચારીઓ તથા સ્ટાફ ના માણસો રાખી ને તમામ વિદેશી દારૂ ની બોટલો ઉપર રોડ રોલર ફેરવી નાખીને નાશ કરવામાં આવ્યો હતો.