કડી માં સૌથી મોટી પ્રાઈવેટ હોસ્પિટલ ટુંક સમયમાં આપણી સેવા માં આવશે.

કડી માં આવેલ નાની કડી વિસ્તારમાં આવેલ રિધમ હોસ્પિટલ આવેલ છે ત્યાં કડી શહેર તથા આજુ બાજુના ગામડાઓ ના અનેક લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે ત્યારે કડી માં છેલ્લાં 6 વર્ષથી આ ચાલતી હોસ્પિટલ માં અનેક દર્દીઓ ની સારવાર થઈ ને બીમારી થી દૂર થયા છે. ત્યારે કડી માંથી ઇમરજન્સી માટે અનેક દર્દીઓ ને સારવાર માટે અમદાવાદ કે અન્ય જીલ્લા માં સારવાર માટે જવું પડતું હતું પરંતું હવે કડી માં જ પ્રાઇવેટ હોસ્પિટલ માં સૌથી મોટી હોસ્પિટલ નું નિર્માણ થઇ રહ્યું છે.

કડી માં આવેલ રિધમ હોસ્પિટલ ના ડોકટર અલ્પેશભાઈ પ્રજાપતિ છેલ્લા 6 વર્ષથી રિધમ હોસ્પિટલ માં અનેક દર્દીઓ ને સારવાર આપી રહ્યા હતા સાથે સાથે આ હોસ્પિટલ દ્ધારા અનેક ફ્રી નિદાન કેમ્પ યોજાઇ ને અનેક દર્દીઓ ને સારવાર આપવામાં આવી છે ત્યારે કડી માં આવેલ હનુમંત પ્લાઝા માં તેમની મહેનત થી સૌ લોકો ના સાથ અને સહકારથી તેમનું નવીન સાહસ જે રિધમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ની તાડામાર તૈયારીઓ ચાલુ છે ત્યારે કડી રિધમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાયો હતો જેમાં વડવાળા હનુમાનજી મંદિર પરીવાર દ્ધારા સંગીતમય સુંદરકાંડ પાઠ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભકતો જોડાયાં હતા.

કડી માં આવેલ રિધમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ના ડોકટર અલ્પેશભાઈ પ્રજાપતિ તથા તેમનાં સ્ટાફ ના સહયોગ થી તેમની નવિન હોસ્પિટલ ખાતે 100 કરતા વઘારે બેડ ની સુવિધા મળશે તથા અનેક કડી શહેર તથા ગામડાઓ ના લોકો ને દરેક બીમારીઓ નો ઈલાજ હવે એકજ સ્થળે મળી રહેવાનો છે. જેમાં 3 જેટલા મોડ્યુલર ઓપરેશન થિયેટર ની પણ સુવિધા કરવામાં આવી છે જેમાં કડી ના લોકો ને હવે સારવાર માટે બહાર નહિ જવું પડે તેવી અધતન સુવિધા અને અનેક ટેકનોલોજી ના મશીનો સાથે દર્દીઓ ને સારવાર મળી રહેવાની છે. જે ટૂંક સમયમાં કડી ના આંગણે સૌથી મોટી પ્રાઈવેટ રિધમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શુભ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.