રાજ્ય માં હાલ ભારે વરસાદ ને કારણે હાહાકાર મચી ગયો છે ત્યારે બીજી બાજુ ઠેર ઠેર પાણી ભરાતા પાણી નો યોગ્ય નીકાલ ના તથા નાના મોટા ગામડાઓ માં પાણી નો નિકાલ ના તથા ગામ લોકો ચિંતા માં મૂકાતા હોય છે ત્યારે કડી માં આવેલ રંગપુરડા ગામ ખાતે આવેલ મલકાણા તળાવ આવેલ છે ત્યાં પાણી નો યોગ્ય નીકાલ ના તથા પાણી વધારે ના ભરાઇ જાય તે માટે નાના મોટા પાઇપ નાખી ને તેને ધીરે ધીરે પાણી નો નિકાલ કરવામાં આવતો હતો.
રંગપુરડા ગામ તથા પિરોજપૂર ગામ છેલ્લા બે દિવસ થી પાણી નો નીકાલ ની વ્યવસ્થા ના હોવાથી ગામના લોકોએ વારંવાર સરકાર તથા સરકારી તંત્ર ને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય પગલાં ના લેવાતા ગામ જનો માં આક્રોશ વ્યક્ત કર્યો હતો જેમાં રંગપુરડા ગામ ના કોઈ આગેવાનોની મંજૂરી વિના પિરોજપુરા ના અમૂક ઈસમોએ રાત્રિ દરમ્યાન આ તળાવનો પાળો તોડી નાખતા ખેતરોમાં માં પાણી કેડ સમાં ભરાઇ ગયા હતા.
ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકને નુકશાન થવાની ભીતી છવાઈ હતી. ગામનાં ખેતરોમાં તથા આજુ બાજુ માં આવેલ પશુઓ માટે બનાવેલ તબેલાઓ માં પાણી ઘુસી જતા પશુઓ પાણી માં ડૂબ્યા હતા. પાણી નો યોગ્ય નીકાલ ના થાય તો ગામ ની અંદર રોગચાળો ફેલાય તો નવાઈ ની વાત નથી .
રંગપુરડા ગામમાં આવેલ મલકાણા તળાવનો પાળો રાત્રી દરમ્યાન પિરોજપૂર ગામના ઈસમોએ તોડી નાખતા રંગપુરડા ગામમાં અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યુ હતું. તળાવ ના પાણી ના નિકાલ માટે રોડ રસ્તા ઉપર થી મોટી પાઇપ લાઇન નાખી ને તેની અંદર થી ધીરે ધીરે પાણી નો નિકાલ કરવામાં આવતો હતો પરંતું રાત્રી દરમ્યાન કોઈ ઈસમોએ તળાવ નો પાળો તોડી નાખતા પાણી નો પ્રવાહ વધી જતાં ગામની અંદર વધારે પાણી ઘૂસી જતાં ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા.
સરકારી તંત્ર ને આ બાબતે જાણ તથા સરકારી તંત્ર દોડતું થયું હતું અને આ પાણી ને રોકવા માટે ગામના વડીલો અને યુવાનો સાથે મળી ને પ્લાસ્ટીક ની થેલીઓ માં માટી નો જથ્થો કરી ને પાણી રોકવા માટે ની કોશિશ કરવામાં આવી હતી પરતું પાણી નો પ્રવાહ વધું હોવાથી પાણી ના રોકાતા આખરે જે.સી.બી. મશીન બોલાવી ને ઝડપથી માટી નો જથ્થો નાંખવામાં આવ્યો હતો અને પાણી ના પ્રવાહને રોકવામાં આવ્યો હતો ત્યારે ગ્રામજનો એ રાહત નો શ્વાસ લીધો હતો.
રંડપુરડા ગામ માં આવેલ મલકાણા તળાવનો પાડો પિરોજપુર ગામના ઈસમોએ રાત્રિ દરમ્યાન તોડી નાંખતા રંગપુરડા ગામના લોકો મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ને કડી પોલીસ સ્ટેશન ખાતે લેખીત માં રજુઆત કરવામાં આવી હતી અને તળાવ નો પાળો જે ઈસમોએ તોડી નાખવામાં આવ્યો હતો તેમની સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી હતી.