રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ ના વરદ હસ્તે થશે લોકાપર્ણ

કડીમાં આવેલ નાની કડી વિસ્તારમા આવેલ રિધમ હોસ્પિટલ આવેલ છે ત્યાં છેલ્લાં 6 વર્ષથી કડી શહેર તથા આજુ બાજુ ના ગામડાઓ ના લોકો અહીંયા સારવાર લઇને બીમારી થી દૂર થયા છે ત્યારે કડીમાંથી અનેક દદીઓ ને ઈમરજન્સી સારવાર માટે અમદાવાદ કે અન્ય હોસ્પિટલ માં જવું પડતું હતું પણ કડી માં આવેલ રીધમ હોસ્પિટલ ના ડોકટર અલ્પેશભાઈ પ્રજાપતિ ના નવીન હોસ્પિટલ નું શુભારંભ કાલે થવા જઈ રહ્યું છે.કડી માં એક માત્ર પ્રાઇવેટ હોસ્પિટલ નું લોકાપર્ણ થઈ રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા કડી ના અનેક અગ્રણીઓ ના વરદ હસ્તે કડી માં આવેલ હનુમંત પ્લાઝા ખાતે નવીન બનેલ રીધમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ નું તારીખ 13-9-24 ના રોજ ભવ્ય શુભારંભ થશે.