“મહેસાણા LCB ટીમે કડી તાલુકામાં ગેરકાયદેસર દારૂના કારોબાર સામે મોટી કાર્યવાહી કરી છે. કડીના બુડાસણ ગામમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

“પ્રાથમિક માહિતી મુજબ, કડી-છત્રાલ હાઇવે રોડ નજીક આવેલા આ રહેણાંક મકાનમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. બાતમીના આધારે LCBની ટીમે ઓચિંતો દરોડો પાડીને ફેક્ટરી ચલાવનારાઓને ઝડપી પાડ્યા હતા.
“”પોલીસ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 150પેટી તૈયાર કરેલો ડુપ્લીકેટ વિદેશી દારૂ, દારૂ બનાવવા માટે વપરાતું કેમિકલ (ઇથેનોલ) અને અન્ય તમામ પ્રકારનો સરસામાન તથા સામગ્રીનો સમાવેશ થાય છે.
“”હાલમાં, LCBની ટીમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ફેક્ટરી પાછળ કોનો હાથ છે અને આ ડુપ્લીકેટ દારૂ ક્યાં સપ્લાય કરવામાં આવતો હતો, તે દિશામાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.”
