કડીમાં “કાંચા રાજ” ?પોલીસની આંખે માત્ર એક જ “માનીતો” ?

શહેરમાં ઉઠ્યા ગંભીર સવાલો કડી શહેરમાં ગેરકાયદેસર ધંધાઓ ની શરૂઆતમાં દારૂ, જુગાર અને વરલી મટકા ચલાવતા ઇસમો સામે તાબડતોબ કાર્યવાહી કરી “કાયદાનો ડર” ઉભો કરનાર કડી પોલીસ સામે હવે લોકો જ સવાલો ઉઠાવી રહ્યા છે કે આખરે યાસીન પઠાણ ઉર્ફે કાંચા સામે કાયદો કેમ નમ્ર બની જાય છે ?“કાંચા” માટે કાયદો અલગ છે ?કડીમાં વર્ષોથી વરલી મટકાના કાળા કારોબાર સાથે જોડાયેલા યાસીન ઉર્ફે કાંચાનું નામ શહેરના ખૂણે ખૂણે ચર્ચાય છે. છતાંય પોલીસના હાથ આજે સુધી તેના ગળા સુધી કેમ નથી પહોંચ્યા ?

શહેરમાં એવી ચર્ચા છે કે કડી તેમજ જીલ્લા પોલીસ યાસીન ઉર્ફે કાંચા પ્રત્યે ખાસ “લાગણી” છે.

કારણ કે જ્યાં નાના ખેલાડીઓ ઉપર પોલીસ તૂટી પડે છે ત્યાં કાંચા સામે કાર્યવાહીનો પ્રશ્ન આવે એટલે પોલીસની આંખો બંધ થઈ જાય છે.શહેરમાં ચર્ચા : “રેડ” માત્ર દેખાવ, સેટિંગ જ અસલી રમત !શહેરના લોકોમાં ચર્ચા છે કે શરૂઆતની કાર્યવાહી માત્ર “ઈમેજ બિલ્ડિંગ” માટે હતી. થોડા દિવસ તવાઈ બોલાવી પછી ફરીથી પસંદગીના ધંધાર્થીઓને ગેરકાયદેસર ધંધા શરૂ કરવાની લીલી ઝંડી આપી દેવામાં આવી. કહેવાય છે કે નિયમિત ઉઘરાણાં અને અંદરની સેટિંગના આધારે કેટલાક લોકોને ખુલ્લી છૂટછાટ આપવામાં આવી છે.

તેમાં સૌથી ઉપર નામ આવે છે યાસીન ઉર્ફે કાંચાનું.“કડીનો કિંગ” બનાવવાનો પ્રયાસ ?ચર્ચાઓ તો એવી પણ ચાલી રહી છે કે કડીમાં વરલી મટકાનો ધંધો માત્ર યાસીન ઉર્ફે કાંચા જ ચલાવે અને બીજા કોઈ ખેલાડી ઉભા ન થાય તે માટે અંદરખાને દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે. એટલે જ શહેરમાં લોકો કટાક્ષ કરી રહ્યા છે કે, “કાયદો હવે પોલીસ સ્ટેશનમાંથી નહીં, કાંચાના ઈશારે ચાલે છે !”પોલીસની ચૂપ્પીથી સવાલો વધુ ગંભીરજો યાસીન ઉર્ફે કાંચા સામેના આક્ષેપો ખોટા હોય તો પછી સતત કાર્યવાહી કેમ નથી થતી ? શું પોલીસ પાસે માહિતી નથી ? કે પછી માહિતી હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ? શહેરમાં લોકો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે, “કડી તેમજ જીલ્લા પોલીસ કાંચા સામે કાર્યવાહી કરતા ડર લાગે છે કે પ્રેમ ?”ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો મામલો ?શહેરમાં ચાલતી ચર્ચાઓ અને પોલીસની કામગીરી સામે ઉઠતા સવાલો હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યા હોવાની પણ ચર્ચા છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો ગેરકાયદેસર ધંધાઓ અને પોલીસ વચ્ચેની સંભવિત સાંઠગાંઠના ઘણા ચોંકાવનારા તાર બહાર આવી શકે છે એવી ચર્ચાઓ ગરમાઈ રહી છે.લોકોના સવાલો હવે વધુ આક્રમક

શું કડીમાં કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે ?શું યાસીન ઉર્ફે કાંચાને પોલીસનું મૌન રક્ષણ મળી રહ્યું છે ?

આખરે કડીમાં “સબ સલામત” છે કે “સેટિંગ સલામત” ?