કડી શહેરના મુખ્ય માર્ગો પરથી અનેકો વાહન રોજ પસાર થાય છે, પણ જીલ્લા અને કડીનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આ રોડ રસ્તાની દયનિય હાલત નહી દેખાતી હોય?
કડી હાઇવે પર રોડ પર એટલો મોટો ખાડો છે કે જો કોઈ નાના વાહન ચલાવનાર ત્યાંથી પસાર થાય તો અવશ્ય તેને નુકસાન થઇ, ક્યારે આ ખાડો પુરાશે?
કડી થી નંદાસણ હાઇવે રોડ પર ઠેર ઠેર થીગડાં અને ઉબડ ખાબડ રોડ હોવાથી અનેક વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
જોઈએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી ક્યારે તેમની આળસ ખખેરી હાઇવેનો રોડ રીપેર કરાવે છે.