👉 કડી માં વૃક્ષ છેદન ધારો શોભાના ગાંઠિયા સમાન બની ગયો છેઃ કાપવાની મંજૂરી લેવાની ઝંઝટમાં કોણ પડે?

👉 વૃક્ષો કાપવા સામે કાનૂની પ્રતિબંધ હોવા છતાં લોકો તેને કેમ ગણકારતા નથી?

ગેરકાયદે વૃક્ષોની કાપણી કરીને કરી રહ્યા છે કાળો કારોબાર આ માફિયાઓ બેખોફ લીલાછમ વૃક્ષોના નિકંદનની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક વનવિભાગ, લાટીઓવાળા અને વૃક્ષો કાપનાર માફીયાઓની મિલીભગત હોવાના સંકેત છે.

કડી શહેર ના ફરતે નર્મદા નિગમ હસ્તકની અનેક જમીનો આવેલ છે જેમાં મોટા પ્રમાણ માં વર્ષો જૂના વૃક્ષો આવેલ છે સાથે સાથે આ પડી રહેલ જમીનો માંથી રાત્રિ દરમ્યાન બેફામ રીતે ખનન થઈ રહ્યું છે.છતાં પણ તંત્ર આવા તત્વો સામે કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તે મોટો એક સવાલ ઉઠ્યો છે.કડી થી બહુચરાજી અને દેત્રોજ તરફ જતી મુખ્ય કેનાલ પર હાલમાં સર્જાયેલી પર્યાવરણીય પરિસ્થિતિ અંગે પ્રકૃતિ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં કુદરતી સંપત્તિનું જતન થાય અને સરકારી જમીન સુરક્ષિત રહે તે માટે તંત્ર દ્વારા ત્વરિત અને અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

છેલ્લા કેટલાક દિવસોથી કેનાલના કાંઠા વિસ્તારમાં અસહ્ય ગરમીની વચ્ચે વૃક્ષો સળગવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની રહી છે. આ આગને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અસંખ્ય પક્ષીઓ તેમજ જીવજંતુઓના કુદરતી આવાસો નાશ પામી રહ્યા છે. જાગૃત નાગરિકોનું માનવું છે કે, આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક તત્વો દ્વારા કેનાલની અનામત જમીન પર માટી-ખનન અને ગેરકાયદે બાંધકામો કરીને દબાણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.આ ગંભીર બાબતે પ્રકૃતિ પ્રેમીઓએ આશા વ્યક્ત કરી છે કે, નર્મદા નિગમનો કડી વિભાગ અને વન વિભાગના નિષ્ઠાવાન અધિકારીઓ આ મામલે અંગત રસ લઈ કડક દેખરેખ રાખશે. તંત્ર દ્વારા જો આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ વધારવામાં આવે અને દબાણ પ્રવૃત્તિઓ સામે કાયદાકીય લાલ આંખ કરવામાં આવે, તો જ રાજ્યની આ અમૂલ્ય સંપત્તિ અને હરિયાળીને બચાવી શકાશે.વિસ્તારના જાગૃત નાગરિકો વહીવટી તંત્રને સહકાર આપવા તત્પર છે અને એવી અપેક્ષા રાખે છે.

૧. કેનાલના કાંઠે થતા વૃક્ષોના નિકંદનને તાત્કાલિક અટકાવવામાં આવે.

૨. સરકારી જમીન પર થઈ રહેલા અનધિકૃત ખનન અને ફાર્મ હાઉસ જેવા બાંધકામોની ઝીણવટભરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

૩. પર્યાવરણની જાળવણી માટે વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે સુદ્રઢ સંકલન સ્થપાય.

અનેક અધિકારીઓની મિલી ભગત હોવાની સંભાવના

કડી માં બેફામ વધી રહેલા વૃક્ષ છેદન થઈ રહ્યા છે તેમ છતાં આ માફિયાઓ બેખોફ લીલાછમ વૃક્ષોના નિકંદનની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે.જે ક્યાંક ને ક્યાંક વનવિભાગ મહેસુલ, લાટીઓવાળા અને વૃક્ષો કાપનાર માફીયાઓ સાથે મિલીભગત હોવાના સંકેત છે.હાલ જિલ્લા કલેકટર, જિલ્લા વન અધિકારી અને પર્યાવરણ મંત્રાલય ને જાગૃત નાગરિકો દ્ધારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. અને આ થઈ રહેલ પ્રવૃતિ સામે તાત્કાલિક ધોરણે પગલાં લઇ પર્યાવરણ બચાવી લેવા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. તેમ જ લોકોને જાગૃત બની વૃક્ષો બચાવી ભાવિ પેઢીને સલામત ધરતીમાતા આપવા આહવાન કરવામાં આવ્યુ હતુ.