:જન્મ દિવસ નિમિતે ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું

હાલ ના સમય ગાળા માં જન્મ દિવસ નિમિતે મોટી મોટી પાર્ટીઓ કરી કે અન્ય દેખાવ કરી ને પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરતા હોય છે પરતું કડી માં અનેક દાતાશ્રીઓ જે પોતાના જન્મ દિવસ સામાન્ય રીતે સેવાઓ કરી ને લોકો ને મદદ રૂપ થાય તેવા પ્રકારની અલગ અલગ સેવાઓ કરી ને જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા જોવા મળી રહેતા હોય છે.
વાત કરવામાં આવે તો કડી શહેર માં રહેતા જગદીશભાઈ પટેલ કડી નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને તેમનો એક જ નિયમ છે કે “સેવા એ જ પરમો ધર્મ” આજે તેમના જન્મ દિવસ નિમિતે સાચા અર્થ આ વાક્ય ને સાર્થક કર્યું છે અને આવી અનેક પ્રકારની સેવાઓ તે કરતા રહેતા હોય છે.
આજે તેમના જન્મ દિવસ નિમિતે કડી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે ત્યાં રહેલા દર્દીઓ માટે પોતાના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરી તેમને હોસ્પિટલમાં રહેલા દર્દીઓ ને ફૂટ વિતરણ કરી ને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને સમાજ માટે એક પ્રેરણાદાયક કાર્ય કર્યું હતું. “સેવા એ જ પરમો ધર્મ” એ માનવતાનો સૌથી મોટો અને પવિત્ર સિદ્ધાંત છે.

નિઃસ્વાર્થ ભાવે દુઃખી, પીડિત કે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી, તેમના દુઃખને હળવું કરવું અને સમાજસેવા કરવી એ જ સાચી ઈશ્વર ભક્તિ છે. આ સૂત્ર માત્ર શબ્દો નથી, પણ જીવન જીવવાની એક ઉમદા કળા છે, જે મનુષ્યને સાચા અર્થમાં ‘મનુષ્ય’ બનાવે છે. જગદીશભાઈ પટેલ ભામાશા સમાન અને કડી તથા કડી બહાર સાથે સાથે અન્ય રાજ્યમાં પણ સામાજિક, આરોગ્ય,રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રણી કોઈપણ એવો સમાજ નહીં હોય કે જેમાં તેમણે આર્થિક રીતે યોગદાન ન આપ્યું પણ તેની સાથે સાથે તેમણે પોતાનો કિંમતી સમય આપીને દરેક સમાજના લોકોને એક કરવાનું અને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. સામાજિક, આરોગ્ય, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે સમાજના લોકોનું જનકલ્યાણ થાય તે માટે તેઓ હંમેશા તત્પર રહે છે. જન્મ દિવસ નિમિતે કડી ના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહી ને જગદીશભાઈ પટેલ ના જન્મ દિવસ નિમિતે દર્દીઓ ને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું