કડીના નાની કડી રોડ પર આવેલ મેઘના છાત્રાલયના હોલમાં ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બારગોળ કડીનો બારમો સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાઈ ગયો હતો આ સ્નેહમિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી સહિતના આગેવાનો તેમજ સમાજના દાતાઓ શ્રેષ્ઠિઓ વિદ્યાર્થીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા કડીના નાની કડી રોડ ઉપર આવેલ મેઘના છાત્રાલય ના હોલમાં ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળ કડીનો સ્નેહમિલન અને સન્માન સમારંભ કાર્યક્રમ રવિવારે સંપન્ન થયો હતો આ સ્નેહ મિલન અને સન્માન સમારંભ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12, એફવાય,બીએ, બીકોમ, બીએસસી, બીએડ, એમ.એડ, એમ.બી.બી.એસ, પી.એચડી સહિતના 250 થી વધુ સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ રીધમ હોસ્પિટલ કડીના ડો.અલ્પેશ પ્રજાપતિ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો બારમા સ્નેહ મિલન અને સન્માન સમારોહ કાર્યક્રમમાં 30થી વધુ સમાજના દાતાઓ શ્રેષ્ઠિઓનું સન્માન કરવામાં આવ્યું હતું

ત્રીજા સમુહ લગ્નની જાહેરાત કરતાની સાથે દાન નો અવીરત પ્રહવા સરુ થઈ ગયો હતો.ત્રીજા સમુહ લગ્નના ભોજન દાતા ,તેમજ રોકડ અગીયારલાખ જેટલુ માતબર દાન તેમજ દિકરી ઓ માટે 20 જેટલી ધરવખરીની વસ્તુના દાતાઓ એ ઉદાર હાથે દાન આપી સમુહ લગ્નની જાહેરાત ને પ્રતીસાદ આપ્યો હતો

નાની કડી રોડ ઉપર આવેલ મેઘના છાત્રાલયના હોલમાં શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બાર ગોળનો સ્નેહમિલન અને સન્માન સમારંભ યોજાઈ ગયો હતો જેમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલે જણાવ્યું હતું કે આ સમાજ ભલે બનાસકાંઠામાંથી આવ્યો પણ કડીની અંદર બધા જ સમાજ સાથે દૂધમાં સાકર ભરે તે રીત ભરી જઈ તમે તમારો વિકાસ કર્યો છે તેવું કહીને વર્ષો પહેલાંના સમાજના આગેવાનોને તેમને યાદ કર્યા હતા હું જે પણ જગ્યાએ સમાજના કાર્યક્રમોમાં જવું ત્યારે દરેકને હું વિનંતી કરું છું કે સમાજની અંદર જે પણ કામ કરતા હોય તેમને આડ ખીલીરૂપ ના બનીએ કોઈપણ સમાજમાં સમાજનું જે પણ યુવક મંડળ હોય અને બંધારણ કરવા વાળા પ્રમુખ હોય બધા જ સમાજનું કામ કરતા હોય અને નાની મોટી ભૂલ થતી હોય જે કામ કરે તેની ભૂલ થાય પણ સમાજ ના દરેક લોકોએ એક થઈ સમાજને સંગઠિત રાખવો એ જરૂરી છે તો જ આપણી કોઈપણ રાજકીય પક્ષ હોય કે અન્ય જગ્યાએ આપણી ગણતરી થશે અને આજે હું યુવક મંડળને ધન્યવાદ આપું છું આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, એપીએમસીના ડિરેક્ટર હિમાંશુભાઈ ખમાર, કડી નગરપાલિકાના ઉપપ્રમુખ અરવિંદ પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ બળદેવભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ દર્શન પ્રજાપતિ,મંત્રી દીપક પ્રજાપતિ,લાલભાઈ પ્રજાપતિ ,વિરેન્દ્ર પ્રજાપતિ(લાલભાઈ ) અથાગ પ્રયત્ન કર્યો હતો આ કાર્યક્રમનું સંચાલન ડો. વિષ્ણુ પ્રજાપતિએ કર્યું હતું