કડી તાલુકાના નંદાસણ વિસ્તારમાં ધીરે ધીરે નશા યુક્ત સીરપો નુ વેચાણ વધતું જોવા મળી રહ્યું છે નવયુવકો હવે વિદેશી દારૂના બદલે નશામાં વપરાતી આયુર્વેદિક તેમજ મેડિકલ માં વેચાણ થતી સીરપો નું સેવન કરીને આદિ બનતા જોવા મળી રહ્યા છે તેવામાં કડી તાલુકાના નંદાસણ પોલીસે એકટીવા લઈને જઈ રહેલા યુવકને 6 શંકાસ્પદ નશા યુક્ત સીરપો સાથે ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના નંદાસણ પોલીસનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો નંદાસણ બ્રિજથી મહેસાણા હાઇવે તરફ જઈ રહ્યા હતા અને પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન એક યુવક પોતાનું એકટીવા લઈને જઈ રહ્યો હતો જ્યાં પોલીસને શંકા પડતા યુવકને ઉભો રાખીને તેનું નામ પૂછતા તેને સૈયદ સાહિદ ઈબ્રાહીમભાઇ રહે નંદાસણ જણાવેલ તેમજ તેના એક્ટિવાની ડેકી ખોલીને પોલીસે તપાસ કરતા સો ટકા હર્બલ લખેલ સીરપની બોટલો મળી આવી હતી જ્યાં પોલીસને શંકા પડતા પોલીસે 6 શંકાસ્પદ નશા યુક્ત સિરપો ની બોટલો કબજે કરવામાં આવેલી હતી તેમજ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી