કડી માં છેલ્લાં ગણા સમયથી અસામાજિક તત્વો નો આતંક ખૂબજ મોટા પ્રમાણમાં વધી રહયો છે ત્યારે થોડાં સમય પહેલા કડી માં નવ નિયુક્ત પોલીસ પી. આઇ ની નિમણૂક કરવામાં આવી હતી પરંતું કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ ની અધ્યક્ષતા ક્રાઇમ રેશ્યો ખૂબજ મોટા પ્રમાણમાં વધતો જોવા મળી રહયો છે. કડી માં છેલ્લાં 15 દિવસ માં અનેક બે જુથ વચ્ચે અથડામણ જોવા મળી રહ્યા છે છતાં કડી પોલીસ હજુ સુધી કોઈ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે અનુસંધાને કોઈ યોગ્ય પગલાં ના ભરતા લોકો માં ભય નો માહોલ જોવા મળી રહયો છે. કડી શહેર માં બહાર નીકળવું મુશ્કેલી બની ગયુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા કડી ના વિસ્તાર બે જૂથ વચ્ચે અનેક વિવાદ પોલીસ સામે આવ્યા છતાં કડી પોલીસ ના અધિકારીઓ જાણે આ જુથ વાદ વિવાદ ને શાંત રાખવામાં નિષ્ફળ સાબિત થઈ હોય તેવું જોવા મળી રહી છે.કડી માં અસમાજિક તત્વો દ્વારા જાણે કડી શહેર માં હાહાકાર મચી જવા પામ્યો છે છતાં કડી પોલીસ ના અધિકારીઓ થી આ અસમાજિક તત્વો પકડ થી હજુ સુઘી દૂર રહ્યા છે. સમગ્ર કડી શહેર માં હાલ ભય નો માહોલ છવાયો છે.છતાં પોલીસ તંત્ર શાંત જોવા મળી રહ્યું છે.

કડી માં સૌ લોકો ની માંગણી ઉભી થઈ છે કે તાત્કાલીક ધોરણે કડી માં નીડર પોલીસ અધિકારીની તાત્કાલીક ધોરણે કડી માં પી. આઇ તરીકે નીમૂર્ણક કરવામાં આવે તેવી સૌ લોકો ની માંગણી ઉભી થઈ છે. જેથી કરી ને કડી માં જે અસમાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા ને ખોરવી રહ્યાં છે તેમને કાયદા માં લાવા માં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. મહેસાણાના જીલ્લા ના પોલીસ વડા આ બાબતે ગંભીરતા પૂર્વક નોંધ લઈ ને કડી માં બાહોશ અને નીડર પોલીસ ની તાત્કાલીક ધોરણે બદલી કરી ને કડી માં મુકવામાં આવે જેથી કરી ને કડી માં જે છેલ્લાં 15 દિવસ થી સમગ્ર કડી શહેર માં જે જૂથવાદ ને કારણે જે બે જુથ વચ્ચે ધિગાણા રચાઈ રહ્યા છે તે અંકુશ માં આવે અને સમગ્ર કડી માં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને આ અસમાજિક તત્વો ને કાયદા નું ભાન કરાવે તેવી લોકો ની માંગણી ઉઠી છે.

કડી પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માં નિષ્ફળ સાબિત થઈ

કડી માં થોડાક દિવસ થી સમગ્ર કડી શહેર માં અનેક જગ્યાએ બે જૂથ વચ્ચે ના ધીંગાણું અનેક વાર સામે આવી રહ્યા છે ત્યારે કડી પોલીસ સામ સામે ફરિયાદ લઈ ને જાણે સંતોષ માણી લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અને કડી માં અસમાજિક તત્વો ની આતંક ખૂબજ પ્રમાણ માં વધી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને અનુસંધાને સૌ કડી વાસીઓ ની માંગણી ઉઠી છે કે મહેસાણાના જીલ્લા કડી તાલુકના માં તાત્કાલીક ધોરણે નવા પી. આઇ ની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

કડી ના પી. આઇ. વાઘેલા સાથે ટેલીફોનીક વાત ચીત કરતા જાણવાં મળેલ કે બે જૂથ અથડામણ ના એક પણ આરોપી ની ધરપકડ હજુ સુધી થઈ નથી આરોપીઓ હજૂ સુધી પોલીસ ના સંકજામાં માંથી દૂર સમગ્ર કરણપુર વિસ્તારમાં ભય ના માહોલ માં છવાયું.