કડી એક શૈક્ષણિક અને ઉદ્યોગિક નગરી તરીકે સમગ્ર ગુજરાત તેમજ દેશની અંદર પ્રચલિત છે પરંતુ મહેસાણા જિલ્લામાં કડીના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં કાયદા જેવું કઈ છે કે નહી ? કેમ કે કડીમાં દિવસેને દિવસે ક્રાઇમનું એ.પી સેન્ટર તો નથી બની રહ્યું ને? અસામજીક તત્વો,લુખ્ખા તત્વો ગમે તેને મારમારી,રસ્તમાં ગમે તે લોકોને ધમકી આપવી,ગેંગ બનાવી લોકોને ડરાવવા તેમજ ગેરકાયદેસર કામોને પણ પોલાસના ડર વગર અંજામ આપી રહ્યા છે. આ ધટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાય છે.
જ્યાં સુધી આ બાહોશ અધિકારી કડીમાં હતા ત્યાં સુધી અસામાજીક તત્વો, બુટલેગરો, લુખ્ખા તત્વો અંડરગ્રાઉન્ડ જોવા મળતા હતા.પરતું હવે તેનાથી ચિત્ર ઉધું ઉપસી રહ્યું છે તેવું લોકોમાં ગણગણાટ ઉભો થયો છે. જેમાં બુટલેગરોનો કાયદાનો કે પછી પોલીસનો કંઈ ડર જ ના હોય તેમ ખુલ્લેઆમ વિદેશી દારૂની એક્સેસ અને એક્ટીવા પર ડીલીવરી થઈ રહી છે,મેચની બુકો ખુલ્લેઆમ ચાલી રહી છે, કેમીકલ વાળી તાડીા પાઉચ અને સ્ટેન્ડ પીવા વેચાણ થઈ રહ્યા છે, એમડીની પણ પડીકીનું કેટલાક લોકો વેચાઈ કરી રહ્યા હોવાનું વાત સામે આવી રહી છે, સાથે જુગારના અડ્ડાઓ ફરીથી ધમધમી રહ્યા છે, વરલી મટકાના અડ્ડાઓ જોવા મળતા લોકોના મનમાં અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.
પોલીસના ધ્યાને આવે અને કાર્યવાહી કરવા ઈચ્છતી હોય તો કેટલીક જગ્યા પર ધંધા ચાલે અને અસામાજીક તત્વોનો અડ્ડો છે તેના કેટલાક સ્થળોની વાત કરીએ તો, કડી તાલુકાના કેટલાક ગામો દેશી દારૂનું એપી સેન્ટર માનવામાં આવી રહ્યું છે.
જ્યારે કડી શહેરમાં કેટલીક જગ્યા પર બે રોકટોક મેચની બુકો, વિદેશી દારૂ,જુગાર સહીત ગેરકાયદેસર વેપલો કરે છે અને બુટલેગરોના માણસો એક્સેસ અને એક્ટીવા પર હોમ ડિલિવરી આપી રહ્યા છે.હવે આ મામલે ઉચ્ચકક્ષાના અધિકારીઓ નીચેના કક્ષાના અધિકારીઓને કડક હાથે પગલાંઓ તેમજ કાયદાનું ભાન કરાવવા માટે સૂચનાઓ આપે છે નહી તે પણ જોવાનું રહેશે. તેમજ સ્થાનિક પોલીસ ઈન્સપેક્ટર પોતે અને તેમના હાથ નીચેના પોલીસ કર્મચારીઓ કાર્યવાહી કરશે કે નહી તેના પર લોકો નજર રાખીને બેઠા છે. કડીમાં ચાલતા સ્ટેન્ડ,મેચની બુકો ચલાવનારના, સહીતના ગેરકાયદેસર કામોની અને તેમના નામોની તમામ માહિતી આવતા અંકે.