👉 રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું
કડી માં વિકાસ ની દ્રષ્ટીએ ખુબજ આગળ વધી રહ્યો છે ત્યારે કડી શહેરમાં અનેક સરકારી હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ને સારવાર આપવામાં આવતી જ હોય છે પરંતુ કડી માંથી કોઈ ઈમરજન્સી સારવાર માટે અમદાવાદ કે અન્ય જીલ્લા માં તાત્કાલીક ધોરણે જવું પડતું હતું તે હવે કડી ના નાગરિકો માટે રાહત ના સમાચાર મળ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
કડી માં રિધમ હોસ્પિટલ દ્ધારા અનેક દર્દીઓ ને સારવાર આપી ને તેમને બીમારી માંથી મુક્ત કરતા અનેક કેશો જોવા મળ્યા છે ત્યારે છેલ્લા 6 વર્ષથી નાની કડી ખાતે આવેલ રિધમ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવતી હતી ત્યારે સૌ લોકો ના સાથ અને સહકાર થી રિધમ હોસ્પિટલ ના ડૉકટર અલ્પેશ પ્રજાપતી દ્ધારા તેમના નવિન સાહસ રિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નું શુભારંભ આજ રોજ કરવામાં આવ્યું હતું .
કડી માં એક માત્ર સૌથી મોટી હોસ્પિટલ બનાવવા માં આવી છે જેમાં 100 કરતા વઘારે બેડ ધરાવતી પ્રાઈવેટ હોસ્પિટલ ત્યારે કરવામાં આવી છે જેમાં હોસ્પિટલ માં અનેક સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા અહીંયા દર્દીઓ ને સારવાર આપવામાં આવશે જેમાં દર્દીઓ ને ઝડપથી સારવાર મળી રહે તે માટે ગાયનેકલોજી, ગેસ્ટોલોજી, ડાયાલિસિસ ,ENT, યુરોલોજી, ઓર્થોપેડિક,ICU સહિત જેમાં 3 મોડ્યુલર ઓપરેશન થિયેટર જેવી અનેક અધતન સુવિધા અને અલગ અલગ ટેક્નોલોજી ના સાધન સામગ્રી થી દર્દીઓ ની સારવાર મળી રહેવાની છે.રિધમ હોસ્પિટલ ના ડોકટર અલ્પેશભાઈ પ્રજાપતિ પહેલા અનેક હોસ્પિટલ માં સેવા આપી ચૂક્યા છે. અને હવે કડી ના તથા આજુ બાજુ ના ગામડાઓ ના નાગરિકો ને દરેક બીમારીઓ નો ઈલાજ એકજ સ્થળે મળી રહેવાનો છે.
કડી ખાતે આવેલ હનુમંત પ્લાઝા ખાતે નવિન બનેલ રિધમ હોસ્પિટલ નું શુભારંભ માં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ , પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના ડિસ્ટ્રિક્ટ બેન્ક ના ચેરમેન વિનોદભાઈ પટેલ જેવા અનેક કડી નગરજનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને રિધમ હોસ્પિટલ ના ડૉકટર અલ્પેશભાઈ પ્રજાપતી દ્ધારા દરેક આગેવાનો અને કડી ના નાગરિકો નો જે સાથ અને સહકાર આપવામાં આવ્યો છે તે બદલ સમગ્ર રિધમ હોસ્પિટલ વતી બધાનો આભાર વ્યક્ત કર્યો હતો .