ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર બાવલુ પોલીસના દરોડા કુલ 59 જુગારીયાઓ ઝડપી પાડ્યા બાવલું ગામ પાસે આવેલ દેલ્લા ગામની સીમમાં માઇનોર કેનાલ ની બાજુમાં આવેલ સૈયદ ફાર્મ હાઉસ ની અંદર તમામ સુવિધાઓ સાથે પોતાના અંગત ફાયદા અનુસાર જુગાર રમતા હતા ત્યારે બાવલુ પોલીસે ને જાણ થતા બાવલુ પોલીસ ત્રાટકી હતી.બાવલુ પોલીસ ના પી.આઇ વાય.એ પરમાર ની સમગ્ર જીલ્લા ની અંદર સરાહનીય કામગીરી જોવા મળી હતી અને જુગારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. બાવલું પોલીસ પેટ્રોલીંગ માં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે દેલ્લા ગામની સીમ માઈનોર કેનાલ ની બાજુમાં આવેલ સૈયદ ફાર્મ ની અંદર કેટલાક માણસો ભેગા મળીને પોતાનાં આર્થિક ફાયદા માટે પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન જુગારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાવલુ પોલીસના અધિકારીઓને બાથમી મળતા બાવલુ પોલીસ ના પી. એસ.આઇ એસ.કે.જાડેજા તથા તેમના સ્તાફ સાથે રાખી ને ત્યાં ફાર્મ હાઉસ ઉપર રેડ કરવામાં આવી હતી .સૈયદ ફાર્મ હાઉસ ની અંદર ચાલતા જુગાર ઉપર દરોડા પાડતા આરોપી મેવાતી મોહસીખાન અબ્દુલરહેમાન હમિદખાન રહે. અમદાવાદ જે સૈયદ ફાર્મ હાઉસ ઉપરથી જુગાર રમતા રેડ દરમ્યાન એકી સાથે 59 જેટલા ઇસમો જુગાર રમતા જોવા મળતા પોલીસ ચોકી ઉઠી હતી.બાવલુ પોલીસે સૈયદ ફાર્મ ને કોર્ડન કરી ને ફાર્મ હાઉસ ની અંદર રમતા કુલ 59 ઈસમો ને ઝડપી પાડવા માં આવ્યા હતા અને તેમની સાથે રોકડ રકમ 2,14,100/- તથા મોબાઈલ નંગ 51 જેની કિંમત 8,95,000/- તથા ગાડી નંગ 10 કિંમત 48,00,000/- અમે કુલ મળી 59,09,100/- લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો અને જુગાર રમતા 59 ઇસમો ની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.