3 મહિના પકડાયેલ સરકારી અનાજ ના જથ્થા નું કૌભાંડ કરતા ઇસમો સામે પુરવઠા વિભાગ ની કડક કાર્યવાહી .

રાજ્ય ની અંદર ઠેર ઠેર ગરીબો ના હક નું સરકારી અનાજ નું વિતરણ માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા પુરું પાડવામાં આવતું હોય છે પરંતુ અનાજ માફીયાઓ આ અનાજ નું બારોબાર વેચાણ કરી ને મસમોટી આવક ઉભી કરતા હોય છે અને ગરીબો ના હક નું અનાજ છીનવી લેવામાં આવતું હોય છે.

કડી માં ત્રણ મહિના અગાઉ પુરવઠા વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા કડી ના કરણનગર,નાની કડી તથા માર્કેટ યાર્ડ માંથી રેડ દરમ્યાન અનાજ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જે બાદ અનાજ નું સેમ્પલ લઈ ને ચકાસણી માટે મોકલી આપવામાં આવેલ હતું જે બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા આ ત્રણે અનાજ ના માફીયાઓ વિરૂદ્ધ ગુન્હો નોંધવા માટે પૂરવઠા વિભાગ તથા મામલતદાર દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.કડી માં માર્કેટ યાર્ડ માં આવેલ યોગેશ્વર ટ્રેનીંગ કંપની ની દુકાન માંથી આશરે 24,24,500/- લાખનો નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. બીજો બુડાસણ ગામ પાસે આવેલ રણછોડરાય એસ્ટેટ માં આવેલ જથ્થો ની આશરે કિંમત 38,33,425/- લાખનો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્રીજો જથ્થો નાની કડી રોડ ઉપર આવેલ અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરતા ત્યાંથી આશરે 48,59,751/- લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં કડીમાં અનાજ માફીયાઓ દ્ધારા કરોડો રૂપિયાના માલ સગેવગે કરવામાં આવ્યો હતો.જેમાં ત્રણે માલિકો જોડે આ જથ્થાના બિલ તથા સ્ટોક પત્ર માગવામાં આવ્યા હતા તે યોગ્ય પુરવા રજૂ ના કરતા આ અલગ અલગ અનાજ ના સેમ્પલ લઈને તેને પૃથ્થુંકરણ કરવામાં માટે મોકલી આપવામાં આવ્યું હતું જેને લઈને ત્રણે માલિકો ના અનાજ ના જથ્થો ના રિપોર્ટ પોઝિટિવ આવતા અનાજ માફીયાઓ જેઠુભા સોલંકી તથા મેહુલ કિશનભાઈ મહેશ્વરી, રાજુભાઇ કેલ્લા સામે મામલતદાર તથા પુરવઠા વિભાગ દ્વારા અનાજ માફીયાઓ સામે ગુન્હો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે.