રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટિંગ શરુ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે.
મહેસાણાના જીલ્લા ના કડી ખાતે સમગ્ર દિવસ દરમ્યાન ગરમી થી લોકો પરેશાન જોવા મળી રહ્યા હતા ત્યારે સાંજે ના સમયે અચાનક ભારે પવન ફૂંકાતા ની સાથે ધમાકેદાર વરસાદ પડ્યો હતો. કડી ના મુખ્ય માર્ગો ઉપર પાણી પાણી જોવા મળ્યું હતું. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. કડી માં આવેલ કરણનગર,નાની કડી , દેત્રોજ રોડ,જેવા અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડતાં ની સાથે પાણી નો યોગ્ય નીકાલ ના તથા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા ના દ્રશ્યો સામે આવ્યા હતા.
કડી માં આવેલ અંડર બ્રિજ માં પાણી ભરાઈ જતાં વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને કડી ના વડવાળા હનુમાન મંદરી થી ભાગ્યોદય ચોકડી, નાની કડી જેવા અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નાની કડી જવા માટે હાલ મુખ્ય રસ્તો હોવા ને કારણે ત્યાં કલાકો સુઘી લાબી લાબી વાહનો ની કતારો જોવા મળી હતી. અને વધારે ટ્રાફિક ને કારણે લોકો ને કલાકો સુધી ટ્રાફિક માં ફસાઈ ગયા હતા.