કડી પોલીસ ની નાઈટ પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા.

કડી માં દિવસે ને દિવસે પંથકમાં તસ્કરો બેફામ બની ગયા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. કડી માં તસ્કરો જાણે પોલીસ ને એક પછી એક ચેલેન્જ ચોરી કરી ને અંજામ આપી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.હજુ અનેક ચોરીની ફરિયાદની શાહી હજુ સુકાઈ નથી ત્યારે કડી માં વધુ એક ચોરી થવાની ઘટના સામે આવતા પોલીસ ની નિષ્ક્રીયતા સામે રોષ વ્યાપી ઉઠ્યો હતો.

કડી માં એક નહિ એકી સાથે 5 થી 6 દુકાન તૂટતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો છે.કડી માં એક સાથે 5 થી 6 જેટલી દુકાનો તોડી ને પોલીસ ને પડકાર ફેંકતા તસ્કરો જોવા મળ્યા. શહેર ને ગત રાત્રે તસ્કરો એ નિશાન બનાવી ગજજર ચેમ્બર તથા ગંજ બજાર માં આશરે 5 થી 6 જેટલી દુકાનના શટર ઉચકી રોકડ રકમ સહીતની ચોરી કરી તોડ ફોડ કરી હાથ ફેરો કરી ગયા હતા.જોકે આ અંગે વેપારી પાસેથી મળતી વિગતો મુજબ તસ્કરોના હાથમાં વધુ રકમ તો નથી લાગી પંરતુ તોડફોડ અને અને ગલ્લા માં રહેલ રોકડ રકમ સહીત નાની મોટી પરચુરણ ની ચોરી થઈ છે.

કડી પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર માંથી જ એકી સાથે આશરે 5 થી 6 દુકાનો તૂટતાં પોલીસ ના રાત્રી દરમ્યાન પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ જાહેર માર્ગ ઉપર સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા માં આવતું હોય છે છતાં પોલીસ ની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યાં ચોરી ની ઘટના બની છે ત્યાં બને જગ્યાની આજુ બાજુ ના થોડાક જ અંતરમાં પોલીસ ચોકી આવેલ છે છતાં તસ્કરો ને જાણે પોલીસ નો ડર જ ના હોય તે પ્રમાણે ચોરી ને અંજામ આપવામાં આવ્યો હતો.પોલીસ ને જાણે તસ્કરો એ પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

કડી માં રાત્રિ દરમ્યાન એકી સાથે છ થી વધુ દુકાનો ના સટર તોડી નાખવામાં આવ્યા હતા જેમાં આશરે સાત થી પણ વધુ તસ્કરો સી.સી. ટી વી. ફૂટેજ માં જોવા મળી રહ્યા છે. એક બાદ એક તસ્કરો બિન્દાસ રીતે દૂકાનો તોડી રહ્યા છે જેમાંથી કોઈ મોટો મુદ્દામાલ ની ચોરી થઈ નથી પરંતું ગલ્લા માં પડેલ રોકડ રકમ તથા પરચુરણ રકમ ચોરી કરીને અંજામ આપવામાં આવ્યો હતો. કડી પોલીસ ને જાણ તથા કડી પોલીસે સી.સી. ટી.વી ફૂટેજ ના આધારે તપાસ કરવા માટે દોડી આવ્યા હતા.પોલીસ તંત્ર ચોરીને અંજામ આપતી ગેંગ ને પકડવામાં નિષ્ક્રિય હોવાને કારણે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. પોલીસ ને ખુલ્લો પડકાર ફેકી રહ્યા છે.તેમ છતાં પોલીસ ની ઉંગ ઉડતી નથી.