સર્વ વિદ્યાલય કેળવણી મંડળની કડી સર્વ વિશ્વ વિદ્યાલય દ્વારા Horizon–2025 શીર્ષક હેઠળ બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. “EcoBizTech: Managing Innovation for Sustainable Future with Green Commerce” થીમ આધારિત આ પ્રદર્શનમાં ટેકનોલોજી, મેનેજમેન્ટ અને કોમર્સના વિવિધ ક્ષેત્રોને એક સાથે રજૂ કરવામાં આવ્યા.પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓને ગ્રીન કોમર્સ, સ્ટાર્ટઅપ કલ્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્માર્ટ ફાર્મિંગ અને ડિજિટલ બિઝનેસ જેવી નવી પેઢીની જરૂરિયાતોને નજીકથી સમજાવવાનો હતો.

કુલ ૨૪ થીમ આધારિત સ્ટોલ્સમાં AI World, Smart Farming, Cyber Security Zone, Tech Chain, Visual Gaming જેવી નવીનતા રજૂ કરતા પ્રોજેક્ટ્સ મૂકાયા હતા.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ચેરમનશ્રી વલ્લભભાઈ એમ. પટેલના હસ્તે થયું. તેમણે આ પહેલને ભવિષ્યમુખી ગણાવી પ્રશંસા વ્યક્ત કરી. બે દિવસ દરમિયાન કડી, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના ૫૭ શાળાઓમાંથી ૬૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી.પ્રદર્શનની વિશેષતા એ હતી કે દરેક પ્રોજેક્ટ કોલેજના વિદ્યાર્થીઓએ જ તૈયાર કર્યો હતો, જેથી અન્ય વિદ્યાર્થીમાં “અમે પણ કરી શકીએ” એવો આત્મવિશ્વાસ વિકસ્યો. ઉપરાંત ૮ ફૂડ સ્ટોલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ રિયલ બિઝનેસ મેનેજમેન્ટનો પણ અનુભવ મેળવ્યો.આ કાર્યક્રમને સફળ બનાવવા મેનેજમેન્ટ, કોમ્પ્યુટર અને કોમર્સ વિભાગના પ્રોફેસરો, કોલેજના પ્રિન્સીપાલ તથા વિદ્યાર્થીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.Horizon–2025 પ્રદર્શન ભવિષ્યના ટેક–કોમર્સ ક્ષેત્રે વિદ્યાર્થીની દિશા નક્કી કરવામાં મદદરૂપ બન્યું.
