વધુ એક ઝોલ છાપ ડોકટર પકડાયો.
લોકો ના જીવન ને દાવ પર મુકી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તબીબનો પર્દાફાશ થયો હતો.
સ્થળ પરથી રૂ. 4524ની એલોપેથિક દવાઓ કબજે કરીને નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર બીના ડી. કાપડિયાને કડી તાલુકા હેલ્થ ઓફિસ ખાતેથી સૂચના મળી હતી. આ સૂચના મુજબ, કડી તાલુકાના કૈયલ ગામે ‘આદિત્ય ક્લિનિક’ નામે એક શખ્સ તબીબ બની ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાની માહિતી હતી, જેથી સ્થળ વિઝીટ કરવા જણાવાયું હતું.આ સૂચનાના આધારે, કૈયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમની સાથે સ્ટાફ સાથે સ્થળ વિઝીટ માટે પહોંચ્યા હતા. કૈયલ ગામે જૈન દેરાસરની બાજુમાં, ચબૂતરા પાસે પ્રથમ માળે ‘આદિત્ય ક્લિનિક’ નામનું બોર્ડ ધરાવતું ક્લિનિક ચાલુ હાલતમાં જોવા મળ્યું હતું.””ક્લિનિકમાં હાજર શખ્સનું નામ પૂછતાં તેણે નરેશગીરી કાંતિગીરી ગોસ્વામી (રહે. ગોકુલધામ સોસાયટી, કલોલ; મૂળ રહે. માણસા) હોવાનું જણાવ્યું હતું. ક્લિનિકની તપાસ કરતા ત્યાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. મેડિકલ ડિગ્રી માંગતા, ગોસ્વામીએ ઈલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ કાઉન્સિલમાંથી 2014માં મેળવેલ ‘બી.ઈ.એમ.એસ.’નું સર્ટીફિકેટ રજૂ કર્યું હતું.
આ સર્ટીફિકેટના આધારે તે એલોપેથિક દવાઓનું વેચાણ કે પ્રેક્ટિસ કરી શકે નહીં.આમ, નરેશગીરી ગોસ્વામી કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાથી તેમની પાસેથી સ્થળ પરથી વિવિધ પ્રકારની એલોપેથિક દવાઓ કિંમત રૂ. 4524ની કબજે કરવામાં આવી હતી. ડિગ્રી વગર તબીબ તરીકે પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી અને નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
