કડી શહેરમાં આરોગ્યક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. “કડી ફિઝિયોથેરાપી એસોસિએશન” ની સ્થાપના કરવામાં આવી છે. આ એસોસિએશન સ્થાપનાનો મુખ્ય હેતુ કડી તેમજ આસપાસના વિસ્તારોમાં ફિઝિયોથેરાપી સેવાઓને વધુ વ્યવસ્થિત, સશક્ત અને જનહિતકારી બનાવવાનો છે.

ઉદ્ઘાટન પ્રસંગે શહેર તથા તાલુકાના અનેક ફિઝીયોથેરાપિસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સર્વસંમતિથી એસોસિએશનની પ્રથમ બોડીની રચના કરવામાં આવી, જેમાં પ્રેસિડેન્ટ ડૉ. નિલેશ રામી (PT),વાઈસ પ્રેસિડેન્ટ : ડૉ. હર્ષિદ પટેલ (PT),જનરલ સેક્રેટરી : ડૉ. વિનિત વાઘેલા(PT),ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ -ડૉ. જલ્પા પટેલ(PT), ડૉ. ક્રિમા પટેલ (PT) ની નિમણૂક કરવામાં આવી હતીએસોસિએશનના સભ્યો તરીકે નીચેના ફિઝિયોથેરાપિસ્ટ્સ ડૉ. એશા પટેલ (PT),ડૉ. ધર્મેન્દ્ર મકવાણા (PT),ડૉ. ફોરમ પટેલ (PT),ડૉ. હિમાની પટેલ (PT),ડૉ. હર્ષદ ઠક્કર (PT),ડૉ. પ્રતિક પ્રજાપતિ (PT),ડૉ. રિયા પટેલ (PT),ડૉ. સુધીર પટેલ (PT),ડૉ. શ્રદ્ધા પ્રજાપતિ (PT),ડૉ. શ્રદ્ધા એન. પ્રજાપતિ (PT),ડૉ. ટ્વિંકલ મકવાણા (PT),ડૉ. ઉન્નતિ શર્મા (PT) નો કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

સભામાં ભાવિ પ્રવૃત્તિઓની દિશા નક્કી કરવામાં આવી હતી એસોસિએશન દ્વારા નિયમિત કેમ્પ, વર્કશોપ, જાગૃતિ કાર્યક્રમો તેમજ નવી પેઢીના ખેલાડીઓ, દર્દીઓ અને સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર સેવા પ્રદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.સભ્યોનું માનવું છે કે એકતા અને સંકલનથી ફિઝિયોથેરાપી સેવાઓને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડી શકાય છે. એસોસિએશન ભવિષ્યમાં આરોગ્ય સંબંધી વિવિધ સંસ્થાઓ સાથે સહકાર કરીને સામાજિક કાર્યોમાં પણ સક્રિય યોગદાન આપશે.આ સ્થાપના સાથે કડી અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય સેવાઓનું સ્તર વધુ ઊંચું થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.