👉 પી.એમ. જી ઠાકર આદર્શ વિધાલય ખાતે થી ભવ્ય વિશાળ રેલી નીકળી હતી.

ગુજરાતમાં 25થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન પ્રથમવાર રાજ્યવ્યાપી ‘સંસ્કૃત સપ્તાહ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘વિકાસ પણ, વિરાસત પણ’ના સંકલ્પ સાથે સંસ્કૃત ભાષા અને તેની જ્ઞાન પરંપરાને જન-જન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની માહિતી અનુસાર આ પહેલને માત્ર શૈક્ષણિક કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રાખીને શાળાઓ, મહાવિદ્યાલયો, સરકારી કચેરીઓ અને સમગ્ર વહીવટીતંત્રની ભાગીદારી સાથે જન અભિયાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આ પહેલને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020)ના સંદર્ભમાં પણ જોવામાં આવે છે. સંસ્કૃત ભાષા માત્ર પ્રાચીન ભાષા તરીકે નહીં, પરંતુ ભારતની જ્ઞાન પરંપરા, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાના માધ્યમ તરીકે નવી પેઢી સુધી પહોંચાડવાનો હેતુ છે.

કડી દેત્રોજ રોડ ખાતે આવેલ પી. એમ. જી ઠાકર આદર્શ વિધાલય ખાતે થી એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. સંસ્કૃત ભાષા, ભારતીય જ્ઞાન પરંપરા અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન માટે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ના સંયુક્ત આયોજનથી 25 થી 31 ઓગસ્ટ 2026 દરમ્યાન શહેરમાં વિવિધ જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો.

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર ના આ સંસ્કૃત મહોત્સવ ના ભાગ રૂપે કડી ખાતે આવેલ પી.એમ. જી. ઠાકર આદર્શ વિધાલય ખાતે થી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી.આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ સામાન્ય જનમાનસ અને ખાસ કરીને નવી પેઢીમાં દેવવાણી સંસ્કૃત પ્રત્યે જનજાગૃતિ અને ગૌરવ ની ભાવના કેળવવાનો છે.

આ સંસ્કૃત ગૌરવ યાત્રા માં કડી ના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, મામલતદાર સમ્રાટભાઈ બ્રહ્મભટ્ટ, સ્કૂલ ના આચાર્ય જીગ્નેશભાઈ સોની, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ગજ્જર, સ્કૂલ ના ટ્રસ્ટી હિમાંશુભાઈ ખમાર, બંસીદાદા, સંસ્કૃત શિક્ષક અસ્મિતા પટેલ ની હાજરી માં સંસ્કૃત ગૌરવ યાત્રા નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં શાળાના વિધાર્થીઓ, શિક્ષકો, સંસ્કૃત ભાષાના પ્રેમીઓ એ ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

સંસ્કૃત ગીતો અને સુભાષિતો થી ગુંજી ઉઠ્યું હતું શહેર ગૌરવ યાત્રા દરમિયાન સહભાગીઓ દ્ધારા શુદ્ધ ઉચ્ચારણ સાથે સંસ્કૃત ગીતો અને સુભાષિતોનું ગાન કરવામાં આવતા શહેરના માર્ગો પર વાતાવરણ મંગળમય અને સંસ્કૃતમય બની ગયું હતું. ભારતીય સાંસ્કૃતિક પરંપરા નો સુંદર સંદેશ આપતી આ યાત્રા એ નગરજનોનું વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું હતું.