શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે રક્ષાબંધન ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની સમગ્ર રાજય માં ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રક્ષાબંધન દિવસે વણજોયા મૂર્હુતો સારા હોય બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધી ભાઈની લાંબા આયુષ્ય તેમજ સમૃધ્ધીની પ્રાર્થનાં કરશે. જયારે ભાઈ પણ બહેનને દરેક રીતે રક્ષા કરવાનું વચન આપી ભાઈ-બહેનનાં સ્નેહભર્યા સંબંધની ઉજવણી કરવામાં આવે છે.

કડી પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ ભાઈઓ પણ પોતાની બહેનો ક્યારે રાખડી બાંધવા આવે તેની આતુરતાથી રાહ જોઈ ને બેઠા હોય છે, પણ પોલીસ કર્મચારીઓ ના ભાઈઓ દૂર દૂર તેમની નોકરી હોવાના કારણે પોતાની બેન પાસે રક્ષાબંધનો તહેવાર ખૂબ જ ઓછા પ્રમાણમાં પોલીસ કર્મચારીઓ ના ભાઈઓ પોતાની બેન સાથે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ તહેવાર ના દિવસે પોતાની બહેન સમજી ને કડી માં આવેલ વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્ધારા આ પોલીસ ભાઇઓ ને રાખડી બાંધી ને તેમની બહેનોની કમી પૂરી કરવામાં આવી હતી.

કડી પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી માં કડી પોલીસ સ્ટેશન ના પી.આઇ એ.એસ. રબારી સહિત પોલિસ કર્મચારીઓ ને રાખડી બાંધવા આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ તથા દુર્ગાવાહિની મહીલાઓ આ રક્ષાબંધન પર્વ ની ઉજવણી કડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.