👉 રાત્રિ દરમ્યાન ચોરી કરતા ઈસમો ઉપર પોલીસ ની બાઝ નજર

કડી માં અનેક વાર દિવસ કે રાત્રી દરમ્યાન ચોરી ના બનાવો બનતા હોય છે જ્યાં કડી વિસ્તારમાં રહેણાંક વિસ્તાર ની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ ખુજ મોટા પ્રમાણમાં આગળ વધી રહ્યો છે અને સાથે સાથે કંપની માં કામ કરવા માટે અનેક રાજ્ય ના લોકો અહીંયા કામ અર્થે આવતા હોય છે પરતું આ ઈસમો કંપની માં પોતાનો વિશ્વાસ બનાવી ને ચોરી ને અંજામ આપતી અનેક ઘટના સામે આવી છે.

કડી માં ટૂંક સમયમાં જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્ધારા PSI અધિકારીઓ ની બદલી કરવામાં આવી હતી જેમાં કડી માં નવ નિયુક્ત તરીકે PSI આર. બી દવે ને કડી માં બદલી કરવામાં આવી હતી ને અને આર. બી. દવે ચાર્જ સંભાળતા ની સાથે જ ગુનેગારો અને ચોર ઈસમો ઉપર તવાઈ બોલાવી દીધી હતી. રાત્રિ દરમ્યાન પોલીસ નું સતત નાઈટ પેટ્રોલિંગ ના કારણે ચોરી કરતા ઈસમો ને રંગે હાથે ઝડપી લીધા છે.

કડી માં રાત્રિ દરમ્યાન જ્યારે નાઈટ પેટ્રોલિંગ PSI આર. બી દવે હતા તેમણે ખાનગી રાહે બાતમી મળી હતી કે બોરીસણા થી ફુલેત્રા રોડ ઉપર નવીન બનતી નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માંથી લોખંડ ના ફર્મા ચોરી કરી રહ્યા છે બે ઈસમો. PSI આર.બી.દવે અને પોલીસ કર્મચારી ભાવેશ રબારી, દિલીપકુમાર ત્યાં સ્થળ ઉપર પહોંચી ને ખાતરી કરતા બંને ઈસમો લોખડ ના ફર્મા રિક્ષા ની અંદર ભરતા હતા તે દરમ્યાન પોલીસે આ બને ઈસમો ને ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે વધુ પૂછ પરછ હાથ ધરતા ધ્યાને આવ્યું હતું કે આ ઈસમો દ્ધારા એક રીક્ષા ચોરી કરી ને રિક્ષા લઈને નોવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં લોખંડના ફર્મા ચોરી કરવા ગયેલ અને લોખંડ ના ફર્મા કિંમત 30,000/- રૂપિયા તથા રિક્ષા GJ 18 BY 4849 કિંમત આશરે 1.50/- લાખ રૂપિયા કુલ મુદ્દામાલ મળી 1.80/- લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બને ઈસમો અમરતભાઈ બળદેવભાઈ દંતાણી રહે. બોરીસણા, કડી, નઈમખાન મતલુબ કાસમ શેખ રહે,ઉતર પ્રદેશ ના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા.