કડીમાં ધણા સમયથી કાયદાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારો જાહેર તેમજ ખાનગીમાં પોલીસની મીઠી નજર હેઠળ દારુ,જુગાર,મેચની બુકો ચલાવનાર,એમડી દ્રગ્સની બદી, નશાકારક ચીજો,મારમારી,ધાકધમકી અને અસામાજીક તત્વોની ગેંગોનો આંતક વધી રહ્યો તેમના પર કડક કાર્યવાહી કરવાના બદલે આવા ક્રાઈમનું રીપોટીંગ કરનાર પત્રકારને પોલીસ નિશાન બનાવી રહ્યા હોવાની ધટના બની છે.ગુનેગારો બેરોકટોક પોલીસ સ્ટેશન અને બહાર લારી પર મળી ગોઠવણ કરતા હોય તેવા ચિત્ર અવર જવર કરતા લોકો રોજ જોવે છે.પણ પત્રકાર માટે પાંબધી હોય તેવું હવે લાગી રહ્યું છે.
👉 મહેસાણાના જીલ્લા પોલીસ વડા આ બાબત લેખીત રજુઆત કરી કાયદેસરના કાર્યવાહી કરવા માગ કરીતો ઉચ્ચ અધિકારીએ પત્રકારને સમાધાન માટે વાતચીત કરતા પત્રકાર જગતમાં રોષનો માહોલ
કડીમાં થોડાક સમય થી પી.આઇ પી.એલ. વાઘેલાની કડી ખાતે નિમણૂક થઈ હતી ત્યારે કડીમાં પી.આઇ એ પોતાનો રોફ જમાવા સારી મોટી મોટી કામગીરી ફક્ત સમાચારની હેડલાઈન બનવા કરી પોતાની વાહ વાહ કડીના લોકો કરે તેનો પ્રયાસ કર્યા હોઈ તેવું દેખાઈ રહ્યું છે. કડી પોલીસ પી.આઇ ખુદ કાયદા કાનૂનનું ભાન ભૂલ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. પોલીસ જ ભક્ષક બની કડી પોલીસ દ્વારા તેમના કાળા કરતૂતો ખુલ્લા પાડતા પત્રકારને પી.આઇ પી. એલ. વાઘેલા એ પ્રેસ નોટ લેવાના બહાને તેમની ચેમ્બરમાં બોલાવી હૂમલો કરી દેતા સમગ્ર પત્રકાર જગત અને સ્થાનિકો સ્તબ્ધ બની ગયા અને લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે.આ મામલે સમગ્ર પત્રકાર પરિષદે મહેસાણાના જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
કડી પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ અનેક વખત વિવાદ માં આવી ચૂક્યું છે ત્યારે આ વખતે ખુદ પી.આઇ પોતાનું ભાન ભૂલી ને દબંગ ગીરી કરવા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.જ્યારે પત્રકાર એ તેમના કારનામા મિડીયા ના માધ્યમથી પ્રસિદ્ધ કરતા પી. આઇ ની ગરિમા નીચી પડતા પી.આઇ આગ બબુલા થયા હતા અને પી.આઇ એ પત્રકાર ને પોતાની ચેમ્બર બોલાવી હુમલો કરવામાં આવ્યો હતો.
કડી માં ચાલતાં જુગાર ધામ ઝડપી પાડતા આરોપી ને જલ્દી થી જામીન આપવા માટે મસમોટા વહીવટ કરતા હોવાનું માહીતી મળતાં પત્રકારે તેમને આ મુદ્દે સવાલો કરતા પી.આઇ દ્ધારા કડી પોલીસ સ્ટેશનમાં તેમની વહીવટ કરવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવો પડી રહ્યો હતો જેથી રૂપિયા પ્રેમી અધિકારી દ્વારા પત્રકારને અંકુશમાં લાવી પોતાની તોડ વૃત્તિ ફરીથી બેરોકટોક ધમધમતી રહે તે માટે ખતરનાક યોજનાં બનાવી હતી. જેની જાણ પત્રકાર ને નહોતી જેના ભાગ રૂપે વિદેશી દારૂ ઝડપાવાની માહીતી મામલે કડીના ગુજરાત સમાચારના પત્રકાર દર્શન પ્રજાપતિ દ્વારા વોટસઅપ મેસેજ દ્ધારા તેની પ્રેસ નોટ માંગતા ખુદ કડી ના પી.આઇ એ મેસેજ માં લખી ને કહ્યું હતું કે તમે પોલીસ સ્ટેશન આવી ને લઇ જાવો ત્યારે કડી ના પત્રકાર ભોળપણ આવી ને પોલીસ સ્ટેશન ખાતે આવી પહોચ્યા હતા પરંતું કડી પી.આઇ એ આ પત્રકાર ને દબાવવા માટે પહેલી થી જ આખો તખતો તૈયાર કરી નાખવામાં આવ્યો હતો. અને પી.આઇ દ્ધારા તેમના મોબાઈલ બહાર મુકાવી પત્રકાર દર્શન પ્રજાપતી ને ચેમ્બર માં બોલાવી બીભત્સ વર્તન કરી ગાળા ગાળી કરી હૂમલો કરી દીધો હતો અને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી લોકશાહી ના ચોથા સ્તંભ ઉપર આ રીતે હૂમલો કરતા કાયદા ના રક્ષક જ ભક્ષક બને તો કડી શહેરમા કાયદાની શું સ્થિતિ હશે તે આ ઘટના પછી જોઈ શકાય છે.
Mr. પી.આઇ. વાઘેલા તમારે સમાધાન કરવાનું જ હતું તો કેમ ચેમ્બર ની બહાર મોબાઈલ મૂકાવવા પડયા
કડી માં થોડા દિવસ અગાઉ પી.આઇ પી.એલ. વાઘેલા દ્ધારા પત્રકાર ઉપર હુમલો કરતા સમગ્ર પત્રકાર પરિષદમાં રોષ વ્યાપી ઉઠ્યો છે ત્યારે જીલ્લા ના પત્રકાર પરિષદના મિત્રો મોટી સંખ્યામાં લોકો ભેગાં થઈ ને આ મુદ્દે લેખિત માં જીલ્લા પોલીવડા ને રજુઆત કરવા માટે દોડી આવ્યા હતા ત્યારે જીલ્લા પોલીસ વડા ને આ ઘટના બાબતે ને ધ્યાન દોરવામાં આવી હતી ત્યારે કહેવામાં આવે છે ને કે ખાખી વર્દી ખાખી નું ખેંચે તેવુ સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું અને પોલીસ વડા દ્વારા સમગ્ર વાતચીત દરમ્યાન સમાધાન નો બેજ મૂકી ને વાત પુરી કરવા આગ્રહ રાખ્યો હતો અને પત્રકાર ને આશ્વાસન પૂરતું તે અઘિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી ને પત્રકાર મીત્રો ને આશ્વાસન આપવા માં આવ્યું હતું.
મહેસાણાના જીલ્લા ના પત્રકાર મિત્રો કડી.પી. આઈ.પી. એલ વાઘેલા ને સવાલો પૂછી રહ્યા છે કે સાહેબ તમે જીલ્લા પોલીસ વડા આગળ કહી રહ્યા છો કો મેં દર્શન ભાઈ ને સમાધાન અને વાત ચિત કરવા માટે બોલાવ્યા હતા તો એમના મોબાઈલ તેમની ચેમ્બરની બહાર કેમ મુકાયા તે કડી પોલીસ સ્ટેશન માં લગાવેલ સીસી ટીવી કેમેરા માં આપ ચેક કરી શકો છો કેમ બીજા કોઈ ના આજ દિન સુઘી મોબાઈલ બહાર મૂકવા આવ્યા નથી. કડી પી.આઇ સમગ્ર વસ્તુ નું ષડ્યંત્ર રચી ને પત્રકાર ને પોતાની ચેમ્બર માં બોલાવી ધાક ધમકી આપી ને હૂમલો કરવામાં આવ્યો હતો. અને જીલ્લા પોલીસ વડા દ્વારા થોડાક સમય માં આ પી.આઇ પી. એલ.વાઘેલા સામે કાયદેસરના પગલાં ભરવામાં નહીં આવે તો ગુજરાત ના સમગ્ર જિલ્લાની અંદર આવેદનપત્ર પત્રકાર મિત્રો દ્વારા આપવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.