પ્રાંત અધિકારી આશિષભાઈ મિયાત્રરા ના અઘ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી ખાતે કડી વહીવટી તંત્ર ના અઘિકારીઓ સાથે મિટિંગ યોજાઇભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ગુજરાતમાં તડામર તૈયારી શરૂ થઈ ચૂકી છે. વડાપ્રઘાન મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આવેલ સેવાકીય સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજાશે જેમાં મહેસાણાના જીલ્લા ખાતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દીવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્ર્મ યોજવા જઈ રહ્યા છે તેના ભાગ રૂપે હાલ તડામર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
મહેસાણાના જીલ્લા ના કડી ખાતે પણ મેધા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કડી ખાતે પણ જન્મ દીવસ ની ઉજવણી ના ભાગ રૂપે હાલ તડામર તૈયારી ચાલી રહી છે જેના અનુસંધાને જીલ્લા ખાતે નરેન્દ્ર મોદી સાહેબ ના માદરે વતન વડનગર માં પણ અલગ અલગ કાર્યક્ર્મ યોજાવા છે જે ને અનુસંધાને કડી ના લોકો ને ત્યાં બ્લડ ડોનેશન માટે ત્યાં જવું ના પડે તે માટે જિલ્લા કલેકટર ના આદેશ મૂજબ કડી ખાતે પણ મેઘા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેના પગલે કડી મામલતદાર કચેરી ખાતે આવેલ પ્રાંત અધિકારી આશિષભાઈ મિયાત્રરા ના અધ્યક્ષ સ્થાને કડી વહિવટ તંત્ર ની મીટીંગ યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી સાથે વાત ચિત કરતા જાણવાં મળ્યું હતું કે જીલ્લા ની અંદર જે કાર્યક્ર્મ થવા ના છે તે બ્લડ ડોનેશન કેમ્પ માટે આપણા કડી ના લોકો ને ત્યાં દુર સુધી ના જવું પડે તે માટે કડી વહિવટી તંત્ર દ્વારા કડી માં આવેલ ચંપાબેન ટાઉન હોલ ખાતે મેઘા બ્લડ ડોનેશન કેમ્પ 15-9-24 રવિવાર ના રોજ યોજવો જઈ રહયો છે ત્યારે આ કાર્યક્ર્મ માં મોટી સંખ્યામાં લોકો જોડાયા તે માટે દરેક વહિવટી તંત્ર ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કડી માં પણ અલગ અલગ સેવાકીય સંસ્થાઓ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્ર્મો યોજવા ના છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રુડ વિતરણ, પુજા અર્ચના જેવા અનેક કાર્યક્રમો કડી ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દીવસ નિમિત્તે યોજાશે અને આ મેઘા બ્લડ ડોનેશન કેમ્પ માં મોટી સંખ્યામાં જોડાય તે માટે પ્રજાજનો સુધી સંદેશો પહોચાડવામાં આવ્યો હતો.