👉 કાયદો હાથ માં લેતા બૂટલેગરો ને કડી પોલીસે કાયદા નું ભાન કરાવ્યું.

કડી માં દિવસે ને દિવસે ગુન્હાખોરી વધી રહી છે તેને અંકુશ માં લાવવા માટે કડી પોલીસ સતત આવા ગુનેગારો સામે કડક માં કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે કડી પોલીસ ના કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી ના અલદેશણ ગામ ખાતે બુટલેગર તેના વાહન માં દારૂ નંગ મુકી ને હેરાફેરી કરવા નીકળયો હતો અને ત્યાં પોલીસ કર્મચારી ત્યાં રેડ કરવા ગયા હતા અને ત્યાં બુટલેગર ને કુંદન અમરતજી ઠાકોર ને ગામ ની સીમ પાસે આવેલ તલાવડી થી વિદેશી દારૂ ની આશરે 4 નંગ જેટલી દારૂ ની બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. અને પોલીસ સ્ટેશન ના કર્મચારી ત્યાં બાઇક લઇ ને ગયા હતા તે દરમ્યાન પોલીસ કર્મી ત્યાં બાઇક મૂકી ને આરોપી ના વાહન સાથે ઝડપી પાડી ને પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા પરંતુ થોડાક સમય બાદ પોલીસકર્મી પોતાના સાથી મિત્રો સાથે પોતાનું બાઇક લેવા પરત ગયા હતા તે દરમ્યાન બુટલેગર ના સગાઓ એ બાઈક ને સળગાવી ને સ્વાહ કરી નાખ્યું હતું.

કડી અલદેશણ ગામે પોલિસ ના કર્મચારીઓ દ્ધારા બુટલેગર ને ઝડપી પાડવા ગયા હતા ને ત્યાં તેને ઝડપીને કડી પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા તે દરમ્યાન પોલિસ કર્મી નું બાઇક ત્યાં ગામ નજીક આવેલ તલાવડી પાસે પડ્યું હતું ત્યાં બુટલેગર ના સગાઓ તથા તેના સાથી મિત્રો ઉશ્કેરાઈ જઈ ને પોલીસ કર્મી નું ત્યાં બાઈક પડેલ હતું ત્યાં નંદાસણ રોડ ખાતે આવેલ પેટ્રોલ પંપ પાસેથી પેટ્રોલ બોટલ માં લાવી ને બાઈક ઉપર છાંટી ને બાઈક ને સળગાવી ને સવાહ કરી નાખ્યું હતું. અને આ બાબતે કડી પોલિસ ના કર્મચારીઓ ને ધ્યાને આવતા પોલીસ સ્ટેશન ના સ્ટાફ અલદેશણ મુકામે પહોંચી ગયા હતા અને આ બાઈક સળગાવી ભાગી જનાર ને પોલિસ કર્મીઓ એ તાત્કાલિક ધોરણે ઝડપી પાડી ને બુટલેગર ના સગાઓ દ્ધારા જે કાયદો હાથ માં લીધો હતો તેને લઇને કડી પોલીસ એ તમામ 6 જેટલા આરોપી ને ઝડપી પાડી ને કાયદા નો પાઠ ભણાવ્યો હતો. કડી પોલિસે વાસુદેવ ઠાકોર, સાગર ઠાકોર, જયપાલ ઠાકોર, વિપુલજી ઠાકોર, અમર્તજી ઠાકોર અમે કુલ 6 આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.