👉રેલ્વે વિભાગ ના અઘિકારીઓ ને અનેક વાર રજુઆત કરવા છતાં પેટ નું પાણી પણ હલતું નથી.

👉 રાજ્ય સભા સંસદ મયંકભાઈ નાયક અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અનેક વાર રજુઆત કરવા છતાં રેલ્વે અઘિકારીઓ તેમની રજૂઆત ને ગોળી વાટી ને પી ગયા હતા.

કડી રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ સર્જાયેલી સમસ્યાઓ માથા ના દુઃખાવા સમાન બની ગઈ છે. મહેસાણાના રાજ્યસભા સાંસદ મયંક નાયકે અગાઉ પણ મુલાકાત લીધી હતી. અને સ્ટેશન પરિસરમાં બનાવવામાં આવેલા નાળાની સ્થિતિ જોઈને સાંસદ ગુસ્સે પણ ભરાયા હતા ત્યાર બાદ અધિકારો સાથે ફોન ઉપર વાતચીત દરમ્યાન નારાજગી પણ વ્યક્ત કરી હતી.કરોડો રૂપિયાના ખર્ચે કડી રેલવે લાઈનનું બ્રોડગેજ લાઇનમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. નવીનીકરણ પહેલા જકાતનાકા થી ભાગ્યોદય ચોકડી વચ્ચે દ્વિચક્રી વાહનો માટે રસ્તો હતો. જે બંધ કરી તેના બદલે રેલવે વિભાગે ઝીગ ઝેક જેવું નાળું બનાવ્યું છે, જે રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે.

સ્થાનિક વેપારીઓ અને આગેવાનોની રજૂઆત બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અધિકારીઓને ફોન પણ કર્યો હતો. પરંતુ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા મહેસાણા રાજ્ય સભાના સાંસદ મયંક નાયકે ઓચિંતી મુલાકાત.

મુલાકાત લેતા નાળામાં તૂટેલી ટાઈલ્સ અને બંધ લાઈટ જોઈ અધિકારીઓને ફોન ઉપર ચેતવણી આપી જનતાના હિતમાં કામ થવું જોઈએ, અન્યથા ફોટા પાડીને વિજિલન્સને મોકલી આપવાની ચીમકી પણ આપી હતી. છતાં પણ રેવલે અઘિકારીઓ નું પેટ નું પાણી પણ હલતું નહોતું.આખરે કડી ના વેપારીઓ દ્ધારા અનેક રજુઆત કરવા છતાં યોગ્ય કામ ન થતાં આજ રોજ કડી ખાતે રાજ્ય સભા ના સાંસદ મયંકભાઈ નાયક અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલ કડી રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને કડી નગરજનો ને પડતી મુશ્કેલીઓ નું યોગ્ય નિવારણ આવ તે માટે રેલવે વિભાગ ના અઘિકારીઓ ને જરૂરી સુચનો આપવામાં આવી હતી.મહેસાણા ના બને સાંસદ દ્ધારા રેલવે વિભાગ ના અઘિકારીઓ ને સાથે રાખી ને રેલવે ખાતે કરેલા કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કરેલા કામોમાં ગુણવતા જાળવવા ટકોર કરવામાં આવી હતી. અંડર પાસ માં પડતી મુશ્કેલીઓ ને લઈને તાત્કાલિક હલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.થોડા મહિના પહેલા પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્ય સભા સંસદ મયંકભાઇ નાયક એ પણ રેલવે વિભાગ ના અઘિકારીઓ સાથે વન ટુ વન મીટીંગ કરી પ્રશ્નો નું સમાધાન કરવા માટે વાત કરવામાં આવી હતી પણ આ રેલ્વે અઘિકારીઓ આમની રજુઆત ને ગોળી વાટી ને જાણે પી ગયા હોય તેવું જોવા મળતું હતું.જોકે ફરી એકવાર બંને સાંસદો કડી રેલવે સ્ટેશન ખાતે પહોંચી ને રેલવે વિભાગ ના અઘિકારીઓ ને તાત્કાલિક પ્રશ્નનો નું નિકાલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. અને સાથે સાથે રેલવે વિભાગ દ્વારા બનાવેલ એન્ટરપ્રાઇઝને લઈને સ્થાનિકો પરેશાન જોવા મળ્યા હતા. અને આ મુદ્દે અવારનવાર રજુઆત કરવા છતાં રેલવે વિભાગ ના અઘિકારીઓ એ કોઈ પગલાં ભર્યા ન હતા અને આજ રોજ બંને સાંસદો દ્ધારા રેલવે વિભાગ ના અઘિકારીઓ ને સાથે રાખી ને કડી નગરજનો ને પડતી મુશ્કેલીઓ નું જલ્દી થી નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.