કડીમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના રજત જ્યંતિ અને નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ પ્રસંગે શહેરના કરણનગર રોડ સ્થિત મામલતદાર કચેરી પાસેના પાલિકા મેદાનમાં સ્વામીનારાયણ નગર ઉભું કરાયું છે.જેનું ઉદ્ધાટન સાંસદ હરિભાઈ પટેલ,પ્રદેશ ભાજપના મહામંત્રી રજનીભાઈ પટેલ સહિત સંસ્થાના વિદ્વાન સંતોની ખાસ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે કરાયું હતું. કડી મંદિરના રજત જ્યંતિ અને નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શહેરના કરણનગર રોડ સ્થિત મામલતદાર કચેરી પાસે પાલિકાના મેદાનમાં સ્વામીનારાયણ નગર ઉભું કરાયું છે.જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.નગરમાં પ્રેરક પ્રદર્શન ખંડો છે.બાળનગરી,જ્યોતી ઉધાન,ધ જંગલ ઓફ શેરૂ, રંગબેરંગી ફુલો,પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા મુકવામાં આવી છે.નગરનું પ્રવેશદ્વાર આકર્ષક અને આબેહૂબ બનાવેલ છે.જે નગર રાત્રે વિવિધ રંગબેરંગી લાઈટોથી આહલાદક લાગી રહ્યું છે.જે શહેરીજનો માટે 16 થી 23 ફેબ્રુઆરી દરમિયાન સાંજે 03 કલાકથી રાતે 10 કલાક સુધી ખુલ્લું મુકવામાં આવશે.જેનું ઉદ્ધાટન રવિવારે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ,પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ,મહેસાણાના વડીલ સંતો પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી અને કોઠારી પૂજ્ય કરુણામૂર્તિ સ્વામીના સહિત મોટી સંખ્યામાં હરિભક્તોની ખાસ ઉપસ્થિતિમાં કરાયું હતું.નગરની પ્રથમ દિવસે 650 આદર્શ હાઈસ્કૂલના વિધાર્થીઓ અને 1200 ઉપરાંત શહેરીજનોએ મુલાકાત લીધી હતી.