કેડીલા ફાર્મસી દ્વારા સંચાલિત કડી ના રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી માં ચોથો પદવી દાન સમારોહ યોજાયો જેમાં 193 વિદ્યાર્થીઓ મહાનુભાવોના હસ્તે ડિગ્રી સર્ટિ તેમજ ગોલ્ડ મેડલ ,પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે યુનિર્વિસટીના પ્રોવોસ્ટ ડૉ.ડી.જે.શાહ દ્વારા ચોથા દીક્ષાંત સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો., યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ ડૉ. ડી. જે. શાહ દ્વારા વાર્ષિક રિપોર્ટ તથા યુનિર્વિસટીનો ભાવિ પ્લાન રજૂ કરવામાં આવ્યો, જેમાં યુનિર્વિસટી ને મળેલ એવોર્ડસ્, પ્લેસમેન્ટ અને અચિવમેન્ટસ્ ની વાત કરી હતી,વિધાર્થીઓને ડિગ્રી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા સાથે જ વિકસિત ભારત માં સહિયોગ આપવા માટે આહવાન કર્યું હતું.

પ્રો.ટી.જી. સીથારામ. ચેરમેન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન ( Aicte), પ્રોવોસ્ટ ડૉ.ડી.જે.શાહ, જે એસ.યાદવ રિસર્ચ ડાયરેકર,રજીસ્ટ્રાર ડૉ.કાર્તિક જૈન, દ્વારા193 વિધાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી

બીટેક,સીએસઇ,સીબીઈ, એમઇ,એમ.એસ.સી કેમિસ્ટ્રી,માઈક્રો બાયોલોજી,બીએસસી બાયોલોજી,બીએસસી કેમિસ્ટ્રી,
તેમજ પી એચ ડી.સહિત કુલ ૧૯૩ વિદ્યાર્થીઓ ને પદવીઓ એનાયત કરવામાં આવી.

ડો.જે એસ.યાદવ રિસર્ચ ડાયરેકર ને જણાવ્યું કે આજે આ ચોથા પદવી દાન સમારંભ માં 193 ડિગ્રી ધારકો ડિગ્રી મેળવવાના છે તેઓ જીવન માં આગળ વધે અને ઉજ્જવળ કારકિર્દી નું નિર્માણ કરે અને પોતાના રિસર્ચ માં આગળ વધે જેમાં આગળ બહુ તકો રહેલી છે તેમજ સરકાર તરફથી પણ પૂરતો સપોર્ટ મળી રહે છે. આજનો દિવસ યાદગાર રહેશે તમે તમારા જીવનમાં પેરન્ટ્સ અને ટીચર ના આશીર્વાદ હશે તો તમારી પ્રગતિ ને કોઈ રોકી નહીં શકે. તો દેશ માટે અને તમારી સમૃદ્ધિ માટે આગળ વધો. તેમણે પેરન્ટ્સને પણ અભિનંદન પાઠવ્યા હતાં

યુનિવર્સિટીના રિસર્ચ ડિરેક્ટર ડૉ. જે. એસ. યાદવ ને રિસર્ચ અને લાઈફસાયન્સીસ પર વાત કરતા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન પ્રો.ટી.જી. સીથા રામ. ચેરમેન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન ( Aicte)એ એનાયત થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા, વિદ્યાર્થીઓને ઇન્સ્પાયાર કર્યા અને એજ્યુકેશન પર વાત કરી જેમ કે એજ્યુકેશન એ દુનિયા ને ચેન્જ કરવા માટેનું એક પાવરફૂલ વેપન છે અને Nep 2022 ની વાત કરી હતી, વિધાર્થીઓ માટે આવનાર સમયમાં બહુ તક રહેલ છે . તેમણે ઇન્દ્રશીલ યુનિવર્સિટી ને રિમોટ એરિયા માં શરૂ કરવા બદલ આભિનંદન આપ્યા હતા અને અહીં 1000 જેટલા વિધાર્થી અભ્યાસ કરી રહેલા છે અને અહીંનું પ્લેસમેન્ટ ખુબ સારું છે અહીંથી ડિગ્રી મેળવેલ વિધાર્થીઓ માટે સારી તક રહેલ છે.

વધુ માં સ્ટાર્ટપ ની યુનિવર્સિટી ના પ્રવુતિ ને બિરદાવી હતી. અને આજના વર્તમાન સમયમાં એ આઇ પર પ્રકાશ પાડી વિગતે વાત કરી હતી.

જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ..ટી.જી. સીથા રામ. ચેરમેન ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનીકલ એજ્યુકેશન ( Aicte),યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ ડૉ ડી. જે. શાહ, રિસર્ચ ડાયરેક્ટર ડો. જે. એસ. યાદવ , રજીસ્ટ્રાર ડૉ.કાર્તિક જૈન, કન્ટ્રોલર ઓફ એક્સામીનેશન શ્રી ભાવિક ગજ્જર , બધા જ ડીન, સ્ટાફ,આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ના વાલીઓ હાજર રહ્યા હતા.
અંતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ.કાર્તિક જૈન. દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવો, સ્ટાફ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.