👉કડી પોલીસ ફૂલ એક્શન મોડમાં, અસામાજિક તત્વો વિરૂદ્ધ ચાલ્યું તંત્રનું બુલડોઝર, તોડી પડાયા ગેરકાયદેસર મકાન
હોળીની રાત્રે વસ્ત્રાલમાં લુખ્ખાઓ દ્વારા મચાવવામાં આવેલા આતંક બાદ ગુજરાત સરકાર ત્વરિત કાર્યવાહીમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશકે તમામ જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ કમિશનરોને 100 કલાકનું અલ્ટિમેટમ આપીને ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશની સમયમર્યાદા પૂર્ણ થતાં જ હવે ‘ગેંગ્સ ઓફ ગુજરાત’ સામે સકંજો કસવાની શરૂઆત થઈ ગઈ છે.
ગુજરાત પોલીસે રાજ્યમાં ગુનેગારોની કરમકુંડળી તૈયાર કરી છે અને તેમની કમર તોડવાની કામગીરી હાથ ધરી છે. સખત ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસા અને તડીપાર જેવા કડક પગલાં લેવામાં આવશે. આ સાથે જ જે લુખ્ખાઓએ ગેરકાયદેસર બાંધકામો ઊભા કર્યા છે તેમની તપાસ કરીને તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. મહેસાણા જીલ્લા માં પણ 351 જેટલા લુખ્ખા તત્વો ની યાદી તૈયાર કરવામાં આવી હતી. અને આજે કડી પોલીસ સ્ટેશન ના અઘિકારીઓ અને સ્ટાફ સાથે રાખી ને લુખ્ખા તત્વો એ જે ગેરકાયદેસર દબાણ કરી ને બેઠા છે તેમના ઉપર બુલ્ડોઝર ફેરવવા માં આવ્યું છે.
કડી માં આવેલ ગુમટિયા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામો પર તવાઈ બોલાવવા નું કડી પોલિસે શ્રી ગણેશ કરી નાખ્યા , કડી નગરપાલિકા વીભાગ ના અઘિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે.
કડી પોલીસ સ્ટેશનના પી. આઇ એ.એન. સોલંકી તથા મહેસાણા એલ.સી. બી પોલીસ ના પી. આઇ જે. પી.સોલંકી તથા સમગ્ર પોલીસ બંદોબસ્ત ફાળવીને આ ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીથી શહેરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
